'મહિલાઓના કપડાંનું માપ પુરુષ ટેલર ન લઈ શકે', ઉત્તરપ્રદેશના મહિલા આયોગે મૂક્યો પ્રસ્તાવ
Image: AI |
UP News: ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે સાર્વજનિક સ્થાન પર મહિલાઓની સુરક્ષા માટે નવા દિશા-નિર્દેશ રજૂ કર્યાં છે. આયોગ પુરૂષ દરજીઓને મહિલાઓનું માપ લેવા પર રોક લગાવવા વિચાર કરી રહ્યું છે. યુપી પેનલે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, કોઈપણ પુરૂષ પોલીસ દરજી મહિલાઓનું માપ નહીં લઈ શકે. આ સાથે જ મહિલાની સુરક્ષાને ધ્યાને લેતા મહિલા આયોગે કહ્યું કે, જીમ અને યોગા સેન્ટરમાં પણ મહિલા ટ્રેનર હોવી જોઈએ. જીમ અને યોગા સેન્ટરમાં ડીવીઆર સહિત સીસીટીવ કેમેરા અનિવાર્ય કરવામાં આવે. સ્કૂલ બસમાં મહિલા સુરક્ષાકર્મી અથવા મહિલા શિક્ષિકા હોવી જોઈએ.
આ પણ વાંચોઃ સરકારી ઓફિસોમાં કર્મચારીઓના સિગારેટ-તંબાકુના સેવન પર પ્રતિબંધ, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય
મહિલા આયોગના સૂચન પર કરાશે વિચાર
જણાવી દઈએ કે, મહિલા આયોગના આ સૂચન પર 28 ઓક્ટોબરે લખનૌમાં થયેલી એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મહિલા આયોગના સભ્યોએ મહિલાઓની સુરક્ષાને લઈને મંથન કર્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા તેમજ તેમના અધિકારોના સંરક્ષણ માટે અમુક નિર્ણય લેવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જોકે, આ સૂચનોની શક્યતા અંગે હજુ નિર્ણય લેવાયો નથી. એકવાર આ સૂચનનોનો સ્વીકાર કરાયા બાદ આ પ્રસ્તાવને જમીની સ્તર પર અમલીકરણ માટે નીતિ બનાવી તેનો નમૂનો તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
કોચિંગ સેન્ટરમાં સીસીટીવી
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, બુટિક સેન્ટરમાં મહિલાઓનું માપ લેવા માટે મહિલા દરજી નિયુક્ત કરવાની રહેશે, જેમાં સક્રિય સીસીટીવીથી દેખરેખ કરવામાં આવશે. આ સિવાય કોચિંગ કેન્દ્રોમાં સીસીટીવીથી દેખરેખ અને યોગ્ય શૌચાલયની સુવિધા હોવી જોઈએ। મહિલાઓ માટે વિશેષ કપડાં અને સામાન વેચનાર સ્ટોરમાં પણ ગ્રાહકની મદદ માટે મહિલા કર્મચારી નિયુક્ત કરવાની રહેશે.