પોતાના ભાઈને એક કીડની ડોનેટ કરવા માટે ઉ.પ્ર.ની મહિલાને પતિએ ટ્રિપલ તલ્લાક આપ્યા
- પતિ સાઉદી અરબસ્તાનમાં કામ કરે છે, ત્યાંથી વોટ્સએપ પરથી તલ્લાક આપી દીધા : પોલીસે તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની છે
ગોંડા (ઉ.પ્ર.) : પોતાના બિમાર ભાઈને બચાવવા અહીંની એક મહીલાએ પોતાની એક કીડની ડોનેટ કરી હતી. આ પછી તેણે તેનાં આ શુભકાર્યમાં વોટ્સએપ ઉપર તે અંગે સાઉદી અરબસ્તાનમાં કામ કરી રહેલા તેના પતિને સંદેશો મોકલ્યો. આથી નારાજ થયો. તેના પતિએ વોટ્સએપ ઉપર જ તેની પત્નિને ટ્રિપલ તલ્લાક આપી દીધા.
૨૦૧૯માં જ ભારત સરકારે પ્રસ્તાવ પસાર કરી એક વિધેયક પાસ કર્યું હતું, તે પ્રમાણે ટ્રિપલ તલ્લાક ગેરકાયદે જાહેર કરાયા પછી ટ્રિપલ તલ્લાક અપરાધ ગણાય છે.
સરકારે ૨૦૧૯માં આ સંબંધે કાનૂન ઘડયો છે. જેનો ભંગ કરતાં પતિને ૩ વર્ષની જેલની સજા થાય છે. સુપ્રિમ કોર્ટે જ ટ્રિપલ તલ્લાકને ગેરકાયદે ઠરાવ્યા હતા. તે પણ ઉલ્લેખનીય છે તે પછી કેન્દ્ર સરકારે તે અંગેનો કાનૂન મુસ્લીમ મહિલાઓ (લગ્ન જીવન અંગેના તેના અધિકારોનાં સંરક્ષણ) તે નામનો એક કાનૂન ઘડયો હતો. તે પ્રમાણે ટ્રિપલ તલ્લાકનો કાનૂની રીતે જ અસ્વીકાર્ય ગણ્યા હતા. તેનો ભંગ કરનારને ૩ વર્ષની જેલ પણ કરવામાં આવે છે.
આમ છતાં સુપ્રીમ કોર્ટે આ અંગેના કેસમાં આગોતરા જામીન આપવા સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.