Get The App

ઉત્તર પ્રદેશમાં કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત, છ લોકોનાં મોત, 4ની હાલત ગંભીર

ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત, છ લોકોનાં મોત, 4ની હાલત ગંભીર 1 - image


Tragic Road Accident in Uttar Pradesh :  દેશમાં રોડ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બલિયામાં આજે વહેલી સવારે એક કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે જ્યારે છ કરતા પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ચારની હાલત ગંભીર

પોલીસે અકસ્માતની ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે બલિયાના બૈરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કાર અને એક જીપ વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી આ ઘાયલ લોકોમાંથી ચારની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે વારાણસી રિફર કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં કાર અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત, છ લોકોનાં મોત, 4ની હાલત ગંભીર 2 - image


Google NewsGoogle News