Get The App

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું 1 - image

ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરની MP-MLA કોર્ટે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મુશ્કેલી વધારી દીધી છે. 5 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવાયું છે. અંદાજિત 5 વર્ષ પહેલા કર્ણાટક ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પર રાહુલ ગાંધીએ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેને લઈને લાંબા સમયથી કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જોકે, હવે રાહુલ ગાંધી સુલ્તાનપુરની MP-MLA કોર્ટે સમન્સ પાઠવ્યું છે.

5 વર્ષ પહેલા કર્ણાટક ચૂંટણી દરમિયાન પોતાની રેલીમાં રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પર ભાજપ નેતા વિજય મિશ્રાએ નારાજગી વ્યક્ત કરતા કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. આ મામલે ગત 18 નવેમ્બર 2023એ સુલ્તાનપુરની MP-MLA કોર્ટમાં ચાલી રહેલ સમન્સ ચર્ચા દરમિયાન આ નિર્ણય કોર્ટે સુરક્ષિત રાખ્યો હતો.

વર્ષ 2018માં દાખલ થઈ હતી અરજી

સુલ્તાનપુરની MP-MLA કોર્ટમાં જજ યોગેશ યાદવે 16 ડિસેમ્બરે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જોકે, વર્ષ 2018માં માનહાનિના વચનમાં અરજી દાખલ કરાઈ હતી. જેના પર 5 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ હવે જજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે.


Google NewsGoogle News