ગણેશ વિસર્જન કરવા જતા લોકો પર પથ્થરમારો, હવે યુપીના મહોબામાં બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ!
UP Stone Pelting On People: ઉત્તર પ્રદેશના મહુવામાં ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર પથ્થરમારા નો મામલો સામે આવ્યો છે. પથ્થર મારા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ છે.ઘટના બાદ રોસે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કોતવાલીમાં સૂત્રોચાર કરી ખૂબ હંગામો કર્યો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારમાં લોકોને એકઠા થવા પર રોક લગાવવાની સાથે જ કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. અને મોટી સંખ્યામાં પોલીસ દળ તેહનાત કરી દેવામાં આવ્યો છે. આ મામલો શહેર કોતવાલી વિસ્તારના કસૌરાટોરી વિસ્તારનો બતાવવામાં આવી રહ્યો છે.
મહોબાના એસપી પલાસ બંસલે કહ્યું કે બંને જૂથો આમને સામને આવી જવાના કારણે સ્થિતિ ખૂબ જ તણાવ પૂર્ણ બની ગઈ હતી પરંતુ પોલીસ અને તંત્રની સમજદારીના કારણે મહોબાને સળગવાથી બચાવી દીધું અને બંને જૂથોને સમજાવીને પરત મોકલી દીધા છે.
પાણી નાખ્યા બાદ થયો વિવાદ
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગણેશ વિસર્જન માટે બે મૂર્તિઓ ડીજે સાથે નીકળવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોડવામાં આવી રહેલ ફટાકડો કાચા મકાનમાં જઈને પડ્યો ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો અને આ વિવાદ ધીરે ધીરે હંગામામા પરિવર્તિત થઈ ગયો. તે સમયે જ ડીજેના તાલ પર જસ્ટ બનાવી રહેલા ભક્તો પર બીજા જૂથે પાણી નાખી દીધું ત્યારબાદ બંને પક્ષો આમને સામને આવી ગયા હતા.
એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન વિશે સમુરાયના લોકોએ ડોલથી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો જેના કારણે વિસર્જન કરવા માટે જઈ રહેલા લોકો રોસે ભરાયા અને આ મામલો વધુ ગંભીર બન્યો. જોત-જોતામાં વિસર્જનમાં બંને જૂથો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો.
હિન્દુ સંગઠનોનો હંગામો
આ ઘટનાની જાણ થતા જ કોતવાલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીડ અને હિંદુ સંગઠનના લોકો કોટવાલી પહોંચી ગયા અને ખૂબ સૂત્રોચ્ચાર કરીને હંગામો કર્યો હતો.
વિસર્જનમાં સામેલ એક પ્રત્યક્ષ એ જણાવ્યું કે મૂર્તિ દર વર્ષે નીકળવામાં આવે છે પરંતુ કારણ વગર વિવાદ કરવામાં આવ્યો છે.અમારી માગ છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે.