Explainer: સંભલ જામા મસ્જિદ વિવાદ, અહીં મંદિર હતું કે નહીં એવો સરવે કરવાની જરૂર કેમ પડી?
Sambhal Masjid Controversy, History and Facts: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવેને લઈને રવિવારે થયેલા વિવાદે હિંસક રૂપે લીધું હતું. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે અને કેટલાક સુરક્ષાકર્મી સહિત 25 લોકો ઈજાગ્રસ્ત છે. અહીં સરવે કરવા પહોંચેલી ટીમ પર હિંસક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને આગચંપી કરી. ત્યારબાદ સ્થિતિ વકરી અને તેના પર કાબૂ મેળવવા પોલીસને ટિયરગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કર્યો. હાલ, આ મામલે બે મહિલાઓ સહિત 15 લોકો અટકાયતમાં છે. તંત્રએ 12માં ધોરણ સુધીની શાળા બંધ કરવા અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે.
શું છે સંભલની હિંસાનો મામલો?
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર જણાવનારી અરજી પર સુનાવણી કરતા કોર્ટે મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન 19 નવેમ્બરની રાતે સરવે શરૂ થયો અને 24 નવેમ્બરે સરવે ટીમ ફરી મસ્જિદ પહોંચી હતી. મસ્જિદ કમિટીની સંમતિથી બંને પક્ષની હાજરીમાં સરવે થવાનો હતો, પરંતુ મસ્જિદના સરવેની કાર્યવાહી વિરૂદ્ધ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને તેમણે ઉગ્ર દેખાવો કર્યા. કોર્ટના આદેશ પછી સરવે શરૂ થયો તો ટોળાએ પોલીસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો અને ઘણાં વાહનો પર આગચંપી કરી.
ઉપદ્રવીઓ સમક્ષ NSA કાર્યવાહી કરશે
આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો અને કેટલાક ઉપદ્રવીઓની પણ અટકાયત કરી. આમ સ્થિતિમાં સરવે ટીમે તેમનું કામ કર્યું, જેનો રિપોર્ટ 29 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરાશે. આ દરમિયાન દરેક પક્ષકારને તેમના મંતવ્ય આપવાની તક મળશે. પોલીસના મતે, આ ઘટના ઉશ્કેરણીનું પરિણામ છે અને હિંસાના આરોપી પર નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) હેઠળ કાર્યવાહી કરાશે. સંભલ હિંસામાં એક કોન્સ્ટેબલના માથે ગંભીર ઈજા અને ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફેક્ચર થઈ ગયું છે. જો કે, રસ્તાના કિનારીએ ઊભેલી મોટરસાઇકલની પણ આગચંપી કરાઈ. હિંસાની તપાસ શરૂ થઈ ચૂકી છે અને ઉગ્રવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
જામા મસ્જિદ મંદિરને ધ્વસ્ત કરીને બનાવાઈ હતી?
સંભલની શાહી જામા મસ્જિદને લઈને આ સવાલ એ છે કે, આ મસ્જિદ હકીકતમાં એક પ્રાચીન હિન્દુ મંદિરને ધ્વસ્ત કરીને બનાવાઈ હતી? આ દાવાની ઐતિહાસિક અને પુરાતત્ત્વીય તપાસ કરીને ભારતીય પુરાતત્ત્વ સરવેક્ષણ (ASI) દ્વારા ઈસ. 1875માં તૈયાર કરાયેલા અહેવાલે ઘણાં ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા છે. આ અહેવાલ એસીએલ કાર્લાઇલ (A. C. L. Carlleyle) દ્વારા તૈયાર કરાયો હતો અને "Tours in the Central Doab and Gorakhpur 1874–1875 and 1875–1876" શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો.
આ અહેવાલમાં અનેક ઉલ્લેખો છે કે, સંભલની જામા મસ્જિદ એક મંદિરને ધ્વસ્ત કરીને બનાવાઈ હતી અને ASI દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં પણ તેનો આધાર લેવાયો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ સંભલ હિંસા : ઈન્ટરનેટ અને શાળાઓ બંધ રાખવા આદેશ, ઉપદ્રવીઓ પર NSA હેઠળ કાર્યવાહી
મંદિરના સ્તંભ પર પ્લાસ્ટર કરીને સંતાડવાનો પ્રયાસ
ભારતીય પુરાતત્ત્વ સરવેક્ષણ હેઠળ તત્કાલીન અધિકારી એ.સી.એલ કાર્લાઇલ (A. C. L. Carlleyle) દ્વારા તૈયાર અહેવાલ, "Tours in the Central Doab and Gorakhpur 1874–1875 and 1875–1876" માં સંભલની જામા મસ્જિદનું વિસ્તૃત સરવેક્ષણ છે. અહેવાલ અનુસાર, મસ્જિદની અંદર અને બહારના સ્તંભને જૂના હિન્દુ મંદિરોના જણાવાયા છે. વળી, આ સ્તંભ પ્લાસ્ટર લગાવીને સંતાડવાનો પ્રયાસ પણ કરાયો હતો. આ મસ્જિદના એક સ્તંભ પર પ્લાસ્ટર હટાવતા લાલ રંગના પ્રાચીન સ્તંભ જોવા મળ્યા હતા, જે હિન્દુ મંદિરોમાં કરાતી હતી તેવી જ ડિઝાઇન અને સંરચના છે.
ASIના સરવેક્ષણમાં દાવો કરાયો કે, મસ્જિદમાં એવા ઘણાં સંકેત અને અવશેષ હાજર છે, જે પોતાની પ્રાચીનતા અને હિન્દુ મંદિર સાથે જોડાયેલા હોવા તરફ ઈશારો કરે છે. જોકે, આ મામલો કોર્ટમાં વિચારાધીન છે અને સરવેક્ષણનું હાલનું નિષ્કર્ષ 29 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરાશે.
આ મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો શું છે?
સંભલની શાહી જામા મસ્જિદને લઈને હિન્દુ પક્ષનો દાવો છે કે, આ એક પ્રાચીન હિન્દુ મંદિરને તોડીને બનાવાઈ હતી. આ દાવાને ભારતીય પુરાતત્ત્વ સરવેક્ષણ (ASI) અને ઐતિહાસિક પુરાવાને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ASIના 1875ના અહેવાલમાં આ મસ્જિદમાં હાજર એક શિલાલેખનો ઉલ્લેખ સૌથી મોટું પ્રમાણ જણાવવામાં આવ્યું છે.
મસ્જિદના શિલાલેખ જ મંદિર હોવાનો પુરાવો
અહેવાલ અનુસાર, સંભલની જામા મસ્જિદમાં એક શિલાલેખ છે. જેમાં લખ્યું છે કે, આ નિર્માણ 933 હિજરીમાં હિન્દુ બેગે પૂરુ કર્યું હતું. મીર હિન્દુ બેગ બાબરનો દરબારી હતો, જેને એક હિન્દુ મંદિરને મસ્જિદમાં પરિવર્તિત કરી દીધી હતી. ASIના દાવા પ્રમાણે, આ શિલાલેખ એ વાતનું પ્રમાણ છે કે, મસ્જિદનું નિર્માણ કોઈ હિન્દુઓનું ધાર્મિક સ્થળ બદલીને કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સંભલ જામા મસ્જિદ બબાલમાં મૃતકાંક 4 થયો, પશ્ચિમ યુપીમાં હાઈએલર્ટ, ઈન્ટરનેટ-સ્કૂલ બંધ
શું પહેલા ભગવાન વિષ્ણુનું મંદિર હતું?
સંભલની જામા મસ્જિદને લઈને હિન્દુ પક્ષે દાવો કર્યો કે, આ મસ્જિદ ભગવાન વિષ્ણુના હિન્દુ મંદિરને તોડીને બાંધવામાં આવી હતી. આ દાવાનો આધાર બાબરનામા અને ભારતીય પુરાતત્ત્વ સરવેક્ષણના અહેવાલ હોવાનું કહેવાય છે.
ASIનો અહેવાલના મહત્ત્વના મુદ્દા
- ASIના 1875ના અહેવાલમાં એવા ઘણાં પુરાવા છે, જે હિન્દુ મંદિરના અસ્તિત્વ તરફ સંકેત કરે છે.
- મસ્જિદના સ્તંભઃ મસ્જિદના હિન્દુ સ્તંભ મુસ્લિમ સ્તંભથી અલગ છે અને શુદ્ધ હિન્દુ વાસ્તુકલાનું પ્રતીક છે.
- ગુંબજનો જીર્ણોદ્ધારઃ ASI અનુસાર, મસ્જિદના ગુંબજનો જીર્ણોદ્ધાર હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળમાં થયો હતો.
- પુરાતત્ત્વ અવશેષઃ મસ્જિદની સંરચનામાં હિન્દુ મંદિરના ઘણાં ચિહ્ન જોવા મળ્યાં, જેને બાદમાં પ્લાસ્ટરથી ઢાંકી દેવામાં આવ્યા.
હિન્દુ પક્ષના અરજદાર હરિશંકર જૈને બાબરનામાનો આધાર લીધો
હિન્દુ પક્ષના અરજીકર્તા હરિશંકર જૈને પોતાની અરજીમાં બાબરનામાનો ઉલ્લેખ કર્યો છે. બાબરનામા બાબરની આત્મકથા છે, અને બ્રિટિશ ઓરિએન્ટાલિસ્ટ એનેટ બેવરિજે તેનો અનુવાદ કર્યું હતું. આ પુસ્તકના પાના નંબર 687 પર લખ્યું છે કે, બાબરના આદેશ પછી તેના દરબારી મીર હિન્દુ બેગે સંભલના હિન્દુ મંદિરને જામા મસ્જિદમાં પરિવર્તિત કરી દીધી હતી. આ વિવરણો શિલાલેખ સાથે પણ મેળ ખાય છે, જેમાં મીર હિન્દુ બેગનું નામ અને 33 હિજરી વર્ષમાં મસ્જિદના નિર્માણનો ઉલ્લેખ છે.