Get The App

ઉત્તરપ્રદેશમાં મોટા ઉલેટફેરના સંકેત, દિગ્ગજને હટાવી આ નેતાને બનાવાશે ઉપમુખ્યમંત્રી! સપાનો દાવો

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
deputy CM of UP Brajesh Pathak meets MLA manoj pandey
Image : Twitter

UP Politics: ઉત્તરપ્રદેશમાં ભાજપમાં ખેંચતાણની સ્થિતિ વચ્ચે સમાજવાદી પાર્ટીએ મોટો દાવો કર્યો છે. રાયબરેલી સ્થિત ઊંચાહારથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી વિધાનસભા પહોંચેલા મનોજ પાંડેને ભાજપની સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ અપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન મનોજ પાંડે બળવો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. 

મનોજ પાંડે સપા છોડી ભાજપમાં જોડાયા હતા

સપા નેતા આઈપી સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે 'રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે મનોજ પાંડેની ભાજપ સાથે ડીલ થઈ છે કે પોતાને ઉપમુખ્યમંત્રી પદ મળે. બ્રજેશ પાઠક બસપાથી ભાજપમાં 2017માં જોડાયા હતા અને મનોજ પાંડે 2024માં સપા છોડી ભાજપમાં જોડાયા હતા.' આ ઉપરાંત સપા નેતાએ વધુમાં લખ્યું હતું કે 'બ્રજેશ પાઠક કેશવ ટીમના સભ્ય તરીકે યોગીજીને મુખ્યમંત્રી પદેથી હટાવવાના અભિયાનના એક ભાગ છે. દિલ્હીથી આવી રહેલી માહિતી છે કે ગુજરાત અને બિહારની જેમ જ બંને ઉપમુખ્યમંત્રીઓને હટાવી શકે છે. પાઠકે ભાજપના વરિષ્ઠ નેતા ડો.દિનેશ શર્માને હટાવીને પદ મેળવ્યું હવે મનોજ પાંડે તેમને હટાવવા જઈ રહ્યા છે. આ આંતરિક લડાઈ ભાજપને નરકમાં લઈ જશે.'

આ પણ વાંચો : 'પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય...' કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર

ડેપ્યુટી સીએમનો ફોટો પોસ્ટ કર્યો 

આઈપી સિંહે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને ભાજપ નેતા મનોજ પાંડે વચ્ચેની મુલાકાતનો એક્સ- પર પોસ્ટ કરીને જવાબ આપતાં આ દાવો કર્યો હતો. બ્રજેશ અને મનોજ ગુરુવારે (25 જુલાઈ) જ મળ્યા હતા. આ મુલાકાતના સંદર્ભમાં, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે એક્સ પર લખ્યું હતું 'આજે, હું રાયબરેલીના ઉંચહાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મનોજ પાંડેને તેમના નિવાસસ્થાને મળીને જાહેર હિતના વિવિધ મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.' આ તમામ અટકળો વચ્ચે દિલ્હીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ હાઈકમાન્ડ વચ્ચે બેઠક થઈ શકે છે. સીએમ યોગી આજે (26 જુલાઈ) સાંજે દિલ્હી પહોંચશે. આ સિવાય ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ શનિવારે દિલ્હી આવશે.

ઉત્તરપ્રદેશમાં મોટા ઉલેટફેરના સંકેત, દિગ્ગજને હટાવી આ નેતાને બનાવાશે ઉપમુખ્યમંત્રી! સપાનો દાવો 2 - image


Google NewsGoogle News