ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ, ઉગ્ર દેખાવો પછી મુખ્યમંત્રી યોગીની જાહેરાત

યોગી સરકારે છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાનો પણ આદેશ કર્યો છે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ, ઉગ્ર દેખાવો પછી મુખ્યમંત્રી યોગીની જાહેરાત 1 - image


UP Police Exam Cancelled: ગુજરાતમાં તો અવારનવાર પેપર ફૂટવાની ઘટના બનતી રહે છે અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળે છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને યોગી સરકારે ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી રદ કરી દીધી છે. પેપર લીકના દાવા બાદ લાખો ઉમેદવારોએ પરીક્ષા રદ કરવા માગ કરી હતી.

48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'X' પોસ્ટ કરીને લખ્યું 'યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી 06 મહિનામાં ફરી પરીક્ષા લેવાના આદેશો આપવામાં આવશે.' યુપી પોલીસ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર કુલ 60244 જગ્યાઓ ભરવા માટે 17 અને 18મી ફેબ્રુઆરી 2024માં આયોજન કરવામાં આવ્યું હતું. 48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોનું કહેવું છે, 18મી ફેબ્રુઆરીની સાંજે 3થી 5 શિફ્ટમાં લવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હતું, પ્રશ્નપત્રો તમામ ઉમેદવારો અને કોચિંગ શિક્ષકો સુધી પહોંચી ગયા હતા.

પેપર લીક કરનારા સામે કાર્યવાહી

અહેવાલો અનુસાર, પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક કરનારા ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ના 'રડાર' પર છે અને અત્યાર સુધીમાં ઘણાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સરકારી નોકરી મેળવવી દરેક યુવાનોનું સપનું હોય છે. સરકારી નોકરી ઈચ્છુક યુવાનો મહેનત કરે છે, ઘર છોડી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરે છે. પરંતુ પરીક્ષાના આગલા દિવસે અથવા પરીક્ષા બાદ પેપર લીક થયાનું સામે આવતા પરીક્ષા રદ થાય છે અને યુવાનો સહિત તેમના પરિવારોની આશા પર પાણી ફરી વળે છે.


Google NewsGoogle News