કોંગ્રેસના સાંસદ પર દુષ્કર્મનો આરોપ, મહિલાએ કહ્યું- લગ્નનના વાયદે 4 વર્ષ સુધી મારું શોષણ કર્યું
Woman Accuses Congress MP Rakesh Rathore: યુપીના સીતાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પર સાંસદ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
મહિલાનો આરોપ શું છે?
યુપીના સીતાપુરના કોતવાલી વિસ્તારની મહિલાએ આરોપ લગાવ્યો છે કે, 'મને 4 વર્ષ સુધી લગ્નની લાલચ આપીને મારી સાથે શારીરિક શોષણ કર્યું છે. લગ્ન અને રાજકીય કારકિર્દી બનાવવાના બહાને મારી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.' પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની તપાસ કર્યા બાદ કેસ નોંધ્યો છે.
સીતાપુર એસપીનું નિવેદન સામે આવ્યું
આ મામલે સીતાપુરના એસપી ચક્રેશ મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, 'સીતાપુરમાં એક પીડિતાએ પોલીસ સમક્ષ હાજર થઈને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના લોકસભા સાંસદ રાકેશ રાઠોડે 4 વર્ષ સુધી મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. લગ્ન અને રાજકીય કારકિર્દીના બહાને આ બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાએ ઈલેક્ટ્રોનિક પુરાવા અને રેકોર્ડિંગ આપ્યા છે. મહિલાએ એ પણ જણાવ્યું કે તેને આરોપી તરફથી સતત ધમકીઓ મળી રહી છે. પીડિતા અને આરોપી સંબંધી છે. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે. પીડિતાની મેડિકલ તપાસ અને નિવેદન નોંધવામાં આવ્યું છે. પીડિતાએ તેના નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે પીડિતાને સુરક્ષા પણ પૂરી પાડી છે.