Get The App

સંભલના સાંસદ બર્ક સામે મોટી કાર્યવાહી, વીજળી વિભાગે 1.91 કરોડનો દંડ ફટકાર્યો

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
zia ur rahman barq


UP News : ઉત્તર પ્રદેશમાં સંભલના સપા સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. વીજળી ચોરી મામલે વીજળી વિભાગે બર્ક પર હવે 1 કરોડ 91 લાખનો દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, જૂનું મીટર બદલવા અને મીટર ટેપરિંગની વાત સાર્વજનિક કર્યા બાદ હવે વીજળી વિભાગે બર્કના ઘરે ઉપયોગ થતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની લિસ્ટ રજૂ કરી છે. ચોંકાવનારી વાત છે કે, આ વીજળી વિભાગે સવારે જણાવ્યું હતું કે, બર્કના ઘરે છેલ્લાં એક વર્ષે મીટર રીડિંગ શૂન્ય મળી રહ્યું છે. વળી, હવે જે લિસ્ટ સામે આવ્યું છે, તેમાં બર્કના ઘરેથી 16.5 હજાર વૉટના ઉપકરણ મળી આવ્યા હોવાની વાત કરવામાં આવી છે. 

વીજળી વિભાગે લિસ્ટ રજૂ કરીને જણાવ્યું કે, સપા સાંસદના બે માળના ઘરમાં 83 બલ્બ, 19 પંખા અને 3 એસી ચલાવવામાં આવી રહ્યા હતાં. આ સિવાય ગીઝરથી લઈને માઇક્રોવેવ સુધી તમામ ઉપકરણો વિશે પણ જણાવવામાં આવ્યું છે. વીજળી વિભાગની ટીમનું કહેવું છે કે, બર્કના ઘરે 16,480 વૉટના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચોઃ ધક્કામુક્કી કાંડ બાદ લોકસભા અધ્યક્ષનો મોટો નિર્ણય: હવેથી સંસદના ગેટ પર સાંસદ-રાજનેતા નહીં કરી શકે પ્રદર્શન

કયા માળ પર કેટલાં યુનિટનો થયો વપરાશ?

ગ્રાઉન્ડ ફ્લોર

ઉપકરણસંખ્યાયુનિટવપરાશ
ડીપ ફ્રિઝર1210 વૉટ210 વૉટ
LED બલ્બ479 વૉટ423 વૉટ
ફ્રિજ1250 વૉટ250 વૉટ
વૉલ ફેન260 વૉટ120 વૉટ
હીટર12000 વૉટ2000 વૉટ
એગ્ઝૉસ્ટ145 વૉટ45 વૉટ
સીલિંગ ફેન460 વૉટ240 વૉટ
સ્લિપ્ટ એસી12200 વૉટ2200 વૉટ
સબમર્સિબલ1746 વૉટ746 વૉટ
ગીઝર12000 વૉટ2000 વૉટ

 

ટોટલ યુનિટ 7984

ઉપકરણસંખ્યાયુનિટવપરાશ
LED બલ્બ179 વૉટ153 વૉટ
પંખો360 વૉટ60 વૉટ
ફ્રિજ1250 વૉટ250 વૉટ
માઇક્રોવેવ11250 વૉટ1250 વૉટ
સ્પ્લિટ એસી12200 વૉટ2200 વૉટ
ટીવી160 વૉટ60 વૉટ
અન્ય1900 વૉટ900 વૉટ


ટોટલ યુનિટ 4993

આ પણ વાંચોઃ પૂર્વ CJI ચંદ્રચૂડને મહત્ત્વનો હોદ્દો મળી શકે છે, PM મોદી સાથેની બેઠકમાં રાહુલ ગાંધી પણ હતા હાજર

બર્કના ઘરે આખા વર્ષનું રીડિંગ શૂન્ય

જણાવી દઈએ કે, સપા સાંસદ બર્કના ઘરે લાગેલા 2 વીજળી મીટરમાં ટેમ્પરિંગના પુરાવા મળ્યા છે. થોડા દિવસો પહેલાં વીજળી વિભાગે સાંસદના ઘરે જૂના મીટર દૂર કર્યા હતાં, જેને સીલ કરવામાં આવ્યા હતાં અને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. સાંસદના ઘરના વીજળી બિલમાં આખા વર્ષનું રીડિંગ ઝીરો હતું. 


Google NewsGoogle News