Get The App

‘હવે કપડાં પર પણ નામ લખવા પડશે...’, યોગીના નિર્ણય મુદ્દે મોદી સરકારના મંત્રી જ ભડક્યા

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Jayant Chaudhary During NDA Parliamentary Party Meeting
Image : IANS  (File Pic)

Name Plate Controversy: ઉત્તર પ્રદેશમાં હાલ કાંવડયાત્રા (Kawad Yatra) ચાલી રહી છે. ત્યારે યોગી સરકારે આ યાત્રાના રૂટ પર આવેલી દુકાનો પર દુકાનના માલિકોના નામ લખવાનો આદેશ જાહેર કર્યો છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. યોગીના આ નિર્ણય પર અનેક નેતાઓએ સવાલ ઉભા કર્યા છે. ત્યારે હવે NDAના સહયોગી પક્ષના નેતાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવતા મોટું નિવેદન આપી દીધું છે. 

જયંત ચૌધરીએ યોગી સરકારને ઘેરી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (yogi adityanath) પોતાના જ નિર્ણયથી એનડીએના સાથી પક્ષોની નારાજગીનો સામનો કરી રહ્યા છે. અગાઉ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan) અને જેડી(યુ) નેતા કેસી ત્યાગી (KC Tyagi)ના વિરોધ બાદ હવે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ જયંત ચૌધરી (Jayant Chaudhary) પણ આ મુદ્દે યોગી સરકારને સતત ઘેરી રહ્યા છે. જયંત ચૌધરીએ રવિવારે (21 જુલાઈ) મીડિયા સાથે વાત કરતા યોગીના આદેશની આકરી ટીકા કરતા કહ્યું કે, 'આ મામલાને ધર્મ અને રાજનીતિ સાથે ન જોડવો જોઈએ કારણ કે કાંવડ લઈ જનારા તેમજ સેવા કરનારા વ્યક્તિની કોઈ ઓળખ હોતી નથી. જો દરેક વ્યક્તિ પોતાની દુકાનો પર માલિકોનું નામ લખે છે તો બર્ગર કિંગ અને મેકડોનાલ્ડ વાળા શું લખશે?'

આ પણ વાંચો : કાંવડયાત્રામાં નેમ પ્લેટનો વિવાદ વકર્યો, જમિયત ઉલેમા એ હિન્દ થયું એક્ટિવ, સરકારને કોર્ટમાં પડકારશે

રાજ્ય સરકારે વિચાર્યા વગર જ નિર્ણય કર્યો

જયંત ચૌધરીએ વધુમાં કહ્યું કે 'રાજ્ય સરકારે વિચાર્યા વગર જ નિર્ણય કર્યો છે. કઈ કઈ જગ્યાએ નામ લખશે, શું હવે કુર્તા પર પણ નામ લખવાનું શરૂ કરી દેવામાં આવે જેથી કરીને હાથ મિલાવવો કે ગળે લગાડવો તે નક્કી કરી શકાય. આ નિર્ણય બહુ ડહાપણભર્યો નથી અને દરેક મુદ્દાને ધર્મ સાથે જોડવો યોગ્ય નથી. હવે સમય આવી ગયો છે કે સરકાર આ નિર્ણય પાછો ખેંચી લઈ લેવો જોઈએ.'

આ પણ વાંચો : ‘રામદેવને ઓળખ આપવામાં વાંધો નથી, તો રહેમાનને કેમ હોવી જોઈએ’, નેમપ્લેટ વિવાદમાં રામદેવની એન્ટ્રી

‘હવે કપડાં પર પણ નામ લખવા પડશે...’, યોગીના નિર્ણય મુદ્દે મોદી સરકારના મંત્રી જ ભડક્યા 2 - image


Google NewsGoogle News