ટક્કર માર્યા બાદ મામલતદારની સરકારી ગાડીમાં ફસાયો બાઈકચાલક, 30 કિ.મી. ઢસડી નાખ્યો
UP News: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં ગુરૂવારે રાત્રે ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં નાનપારાના મામલતદારની ગાડીએ બાઇક સવારને કચડી નાંખ્યો છે. સરકારી વાહનથી એક બાઇક સવારને ટક્કર મારી હતી અને કથિત રીતે તેના શરીરને 30 કિલોમીટર સુધી ઢસડ્યો હતો.પીડિતની ઓળખ પયાગપુર નિવાસી 35 વર્ષીય નરેન્દ્ર કુમાર તરીકે થઈ છે. નરેન્દ્ર શુક્રવારે સાંજે નાનપારા-બહરાઇચ માર્ગથી પર દુર્ઘટનાના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પીડિતનો મૃતદેહ વાહનમાં ફસાઈ ગયો અને તેણે દૂર સુધી તેને ગાડી સાથે ઢસડ્યો. આ અકસ્માત દરમિયાન નાયબ મામલતદાર શૈલેશ કુમારી ગાડીમાં હાજર હતાં.
30 કિમી સુધી ઢસડ્યો
મળતી માહિતી મુજબ, દુર્ઘટનાના સમયે વાહનમાં હાજર નાયબ મામલતદાર શૈલેશ કુમાર અવસ્થીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોનિકા રાનીએ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. વાહન ચાલક મેરાજ અહેમદની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, 'દુર્ઘટનાના સમયે મૃતક નરેન્દ્ર હળદર અને મામલતદારના ડ્રાઇવર મેરાજ અહેમદનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો પુષ્ટિ થઈ કે, મૃતકને નાનપારા સુધી 30 કિલોમીટર સાથે ઢસડવામાં આવ્યો હતો.'
આ પણ વાંચોઃ 3 માસૂમ બાળકો સાથે માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો સામૂહિક આપઘાત, યુપીની હચમચાવતી ઘટના
ઘટનાની હાથ ધરાઈ તપાસ
અધિકારીએ આ ઘટનાને ગંભીર બેદરકારી જણાવતા કહ્યું કે, 'ખૂબ જ ઓછી સંભાવના છે કે, કોઈ મૃતદેહ 30 કિલોમીટર સુધી વાહનમાં ફસાયેલો રહે અને કોઈને તેના વિશે જાણ ન થાય. આ શક્ય છે કે, અકસ્માત બાદ પણ વાહનને રોકવામાં નથી આવ્યું. દુર્ઘટનાની અસલ પરિસ્થિતિઓ વિશે માહિતી મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.'
આ પણ વાંચોઃ જયપુર અગ્નિકાંડમાં મૃત્યુઆંક 14 થયો, શબની ઓળખ પણ મુશ્કેલ બની, ઘાયલોનો આંકડો 80ને પાર
સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ
સમગ્ર બાબતે એસપીએ માહિતી આપતા કહ્યું કે, 'પોલીસ ઘટનાની હકીકત જાણવા માટે 30 કિલોમીટરના માર્ગ પર સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં મૃતકના પરિવારજનોએ મામલતદારની ગાડીનો ઉલ્લેખ કર્યો છે.'
જિલ્લા અધિકારી મોનિકા રાનીએ કહ્યું, 'કારની બાઇક સાથે ટક્કરનો મામલો ધ્યાને આવ્યો છે. જેમાં નાનપારાના નાયબ મામલતદાર કોઈ કામથી મામલતદારની કારથી બહરાઇચ આવ્યા હતાં અને નાનપારા પરત ફરી રહ્યા હતાં. અકસ્માતમાં મૃતક વિશે પણ જાણકારી મળી છે, જે નાનપારા સુધી તેમની કારમાં ફસાયેલો હતો અને 30 કિલોમીટર સુધી તેને ઢસેડવામાં આવ્યો. જોકે, નાયબ મામલતદાર અનુસાર, તેઓને આ વિશે જાણકારી નહતી. તેમ છતાં કારમાં સવાર નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે.'