Get The App

તમાકુ ઉત્પાદન વેચવા લાયસન્સ ફરજીયાત, જો આ રીતે વેચાતા પકડાયા તો થશે દંડ, FIR પણ થશે દાખલ

ઉત્તર પ્રદેશમાં લખનૌ બાદ હવે મથુરા-વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તમાકુ વિક્રેતાઓની નોંધણી શરૂ કરી

નિયમનું ઉલ્લંઘન કરનારને પ્રથમ વખત રૂ.2000નો દંડ-સામગ્રીની જપ્ત, બીજી વખતમાં રૂ.5000નો દંડ, ત્રીજી વખતમાં રૂ.5000 દંડ અને FIR

Updated: Apr 3rd, 2023


Google NewsGoogle News
તમાકુ ઉત્પાદન વેચવા લાયસન્સ ફરજીયાત, જો આ રીતે વેચાતા પકડાયા તો થશે દંડ, FIR પણ થશે દાખલ 1 - image

લખનૌ, તા.03 એપ્રિલ-2023, સોમવાર

ઉત્તર પ્રદેશમાં લખનૌ બાદ હવે મથુરા-વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશને પણ તમાકુ વિક્રેતાઓની નોંધણી શરૂ કરી દીધી છે. જો દુકાનદારો લાયસન્સ વગર તમાકુની બનાવટ વેચાણ કરતા પકડાશે તો તેમને દંડ કરાશે ઉપરાંત રિપોર્ટ પણ દાખલ કરાશે... ડીએમ પુલકિત ખરેએ સોમવારે 3 વિક્રેતાઓને લાઈસન્સ આપ્યા હતા.

લખનૌ બાદ મથુરા-વૃંદાવન મ્યુ. કોર્પો દ્વારા લાયસન્સ જારી કરાયા

જિલ્લા મેજિસ્ટ્રેટ અને મ્યુનિસિપલ કમિશનરે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અરજી કરનારા 3 અરજદારોને તમાકુની બનાવટ વેચવા માટે લાઈસન્સ આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમ આ લાયસન્સ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયા હતા ત્યારબાદ બીજા તબક્કામાં મથુરા-વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનર અનુનય ઝાએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લાયસન્સ વિના તમાકુ વેચવા પર પ્રતિબંધ રહેશે.

દંડ ઉપરાંત દાખલ કરાશે કેસ

ઉપરાંત તમાકુ બનાવટોને શાળા તેમજ કોલેજથી 200 મીટરના અંતર સુધી વહેંચવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં... મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 22મી સપ્ટેમ્બર-2022થી લાયસન્સ વિના સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓને પ્રથમ વખત રૂ.2000નો દંડ અને સામગ્રીની જપ્ત કરવામાં આવશે. બીજી વખત પકડાશે તો 5000 દંડ ફટકારાશે અને ત્રીજી વખત પણ 5000 દંડ ફટકારવાની સાથે સામગ્રી પણ જપ્ત કરવા ઉપરાંત FIR દાખલ કરાશે.


Google NewsGoogle News