Get The App

લોકસભા ચૂંટણીના 'હીરો' બનીને ઉભર્યા અખિલેશ, આ વ્યૂહનીતિના કારણે ઈતિહાસનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીના 'હીરો' બનીને ઉભર્યા અખિલેશ, આ વ્યૂહનીતિના કારણે ઈતિહાસનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું 1 - image


UP Lok Sabha Election Result 2024: સપાએ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 37 બેઠકો જીતીને અત્યાર સુધીના તેના ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ રીતે સપા દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. સપાને આ સફળતા ધાર્મિક મુદ્દાને બદલે જાતિ એકત્રીકરણની વ્યૂહરચનાના કારણે મળી હોવાનું કહી શકાય. 

બેઠકોની વહેંચણીની વ્યૂહરચના

સપાએ છેલ્લી લોકસભાની ચૂંટણી બસપા સાથે મળીને લડી હતી. ત્યારે તેને માત્ર પાંચ બેઠકો મળી હતી. રાજકીય રીતે મહત્વપૂર્ણ યુપીમાં અખિલેશ યાદવે વિપક્ષના અભિયાનનું નેતૃત્વ કર્યું. સપા ગઠબંધન હેઠળ 62 બેઠકો પર ચૂંટણી લડી હતી અને બાકીની બેઠકો કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે છોડી દીધી હતી. આ બેઠક વહેંચણીની વ્યૂહરચના કામ કરી ગઈ.

કોંગ્રેસને 17 અને તૃણમૂલ કોંગ્રેસને એક બેઠક આપી. સીટ વહેંચણીની આ વ્યૂહનીતિ ઘણી અસરકારક સાબિત થઈ. કોંગ્રેસ સાથેની ભાગીદારીના કારણે સપા મતદારોને એવો મનોવૈજ્ઞાનિક સંદેશ આપવામાં સફળ રહી હતી કે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો વિકલ્પ છે.

પારિવારિક એકતાનો પ્રજાને સંદેશ 

2019ની ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ જ સપાથી અલગ થઈ ગયા હતા. કાકા શિવપાલ સિંહ યાદવે અલગ પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી. જેથી અખિલેશને લોકસભા ચૂંટણીમાં મતભેદનો ભોગ બનવું પડ્યું હતું. પરંતુ આ વખતે પરિવારની એકતાથી સારો સંદેશ પણ ગયો હતો.  

અખિલેશના સમગ્ર પરિવારે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી હતી. સપાએ પણ ઉમેદવાર નક્કી કરતી વખતે પીડીએ ફોર્મ્યુલાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. યાદવો અને મુસ્લિમો કરતાં કુર્મી સમુદાયના વધુ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમને તેમનો મત આધાર માનવામાં આવે છે.

PDAની ફોર્મ્યુલાએ અપાવી સફળતા 

અખિલેશ યાદવે લોકસભા ચૂંટણીમાં 'PDA' એટલે કે પછાત, દલિત અને લઘુમતીનું સૂત્ર આપ્યું અને આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી. સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો પર દલિત ઉમેદવારો, 29 પર ઓબીસી ઉમેદવારો, 4 પર મુસ્લિમ ઉમેદવારો અને બાકીની બેઠકો પર ઉચ્ચ જાતિના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

ગાઝીપુરથી અફઝલ અંસારી, કૈરાનાથી ઇકરા હસન, સંભલથી ઝિયા ઉર રહેમાન બર્ક અને રામપુરથી મોહિબુલ્લા નદવીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અખિલેશનું આ પગલું એકદમ યોગ્ય હતું અને પાર્ટીને અણધારી સફળતા મળી.

પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો

અખિલેશ યાદવે ઈટાવામાં એક વિશાળ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. આ કારણે ભાજપને ધાર્મિક મુદ્દા પર તેમને ઘેરવાની તક મળી નથી. તેમજ બંધારણ અને અનામતના મુદ્દાને મહત્વ આપવામાં આવ્યું હતું. પેપર લીક અને અગ્નિવીર અને પેપર લીકનો મુદ્દો ઉઠાવીને બેરોજગારોનું ધ્યાન ખેંચ્યું. તેમજ અખિલેશે અગ્નિવીર યોજના કેન્સલ કરવવાનું વચન પણ આપ્યું, આ વ્યૂહરચનાથી તેને સફળતા મળી. 

મુલાયમ સિંહ યાદવના નિધન બાદ પહેલી લોકસભા ચૂંટણી 

મુલાયમ સિંહ યાદવના નિધન બાદ આ પહેલી લોકસભા ચૂંટણી હતી. આવી સ્થિતિમાં ભાજપે આ વિસ્તારને કબજે કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ અહીં એક જાહેર સભા કરી અને શ્રી કૃષ્ણ જન્મસ્થળનો મુદ્દો ઉઠાવ્યો. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ વિસ્તારમાં જાહેર સભાઓ યોજી હતી, પરંતુ સપાએ ટિકિટ વિતરણમાં સોશિયલ એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હંમેશા ભાજપને સમર્થન આપતા શાક્ય અને દ્વિ સમુદાયના મતદારોને પોતાની પાર્ટીમાં સ્થાન આપ્યું, જે અસરકારક સાબિત થયું. 

લોકસભા ચૂંટણીના 'હીરો' બનીને ઉભર્યા અખિલેશ, આ વ્યૂહનીતિના કારણે ઈતિહાસનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું 2 - image


Google NewsGoogle News