Get The App

યુપીમાં 31 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારું પરિણામ, ભાજપ માટે મોટી જીત

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
યુપીમાં 31 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારું પરિણામ, ભાજપ માટે મોટી જીત 1 - image


UP Bypolls Results: ઉત્તર પ્રદેશમાં ઇતિહાસ બદલાતો જોવા મળી રહ્યો છે. પેટાચૂંટણીના પરિણામોના વલણ સંકેત આપી રહ્યા છે, ભાજપે અસંભવ કામ સંભવ કર્યું છે. 33 વર્ષ બાદ કુંદરકી બેઠક પર ભાજપનું કમળ ખીલતું જોવા મળ્યું છે. આ વિધાનસભા બેઠકમાં 65 ટકા મતદારો મુસ્લિમ હોવા છતાં ભાજપના ઠાકુર રામવીર સિંહ 77246 મતોથી આગળ ચાલી રહ્યા છે.

55 ટકા મુસ્લિમ મતદારોનું ભાજપને સમર્થન

કુંદરકીના 55 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. કુંદરકીમાં કુલ 57.7 ટકા મતદાન થયું હતું. જેમાં 65 ટકા મુસ્લિમ મતદારો છે. મતદાનના દિવસે અખિલેશ યાદવે ચૂંટણીમાં ગરબડ થઈ હોવાનો આરોપ પણ મૂક્યો હતો. સપાના સમર્થકોને મત આપતાં અટકાવવામાં આવ્યા હોવાની ફરિયાદો પણ થઈ હતી. અમુક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ભાજપે કુંદરકીમાં રામપુર મોડલ અપનાવી જીત મેળવી હોવાનો દાવો થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિને બમ્પર જીત પણ શિંદે અને અજિત પવારનું ઘટશે કદ! ભાજપ સૌથી મોટો પક્ષ

રામપુરમાં શું થયું હતું?

ભાજપનું કુંદરકીમાં રામપુર મોડલ કારગર સાબિત થયું છે. 2022માં સપાના દિગ્ગજ નેતા આઝમ ખાન સાંસદ બનતા રામપુર વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. જ્યાં પેટા ચૂંટણીમાં મુસ્લિમ બહુમત વિસ્તારમાં ભાજપની હાર નક્કી હતી, પરંતુ આંજનેય સિંહ મુરાદાબાદના કમિશનર હતા. ચૂંટણીના દિવસે 31 ટકા મતદાન થયું હતું. જેમાં આઝમ ખાને આરોપ મૂક્યો હતો કે, તેમના સમર્થકોને મત આપતાં અટકાવ્યા છે. ચૂંટણી પરિણામમાં ભાજપના આકાશ સક્સેના જીત્યા હતા.

યુપીમાં 31 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારું પરિણામ, ભાજપ માટે મોટી જીત 2 - image

ભાજપે ખેલ પાડ્યો

1993થી સતત હારનો સામનો કરી રહેલા ભાજપે આ વખતે જીત મેળવી છે. જેની પાછળ ચાર કારણો જવાબદાર છે. 

- સપાના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ

- સપાના લોકલ નેતાઓમાં જૂથવાદ

- મુસ્લિમોમાં ભાજપ ઉમેદવારની સારી ઇમેજ

- ભાજપે લોકપ્રિય નેતા રામવીરસિંહને આપી ટિકિટ

- સપાના નેતાઓ વચ્ચે આંતરિક ઝઘડો

આ વીડિયો પણ અસર કરી

કુંદરકીનો એક વીડિયો ચૂંટણી પહેલા વાયરલ થયો હતો. જેમાં ભાજપ ઉમેદવાર રામવીર સિંહ નમાજી ટોપી પહેરી મત માગી રહ્યા હતાં. મુસ્લિમ મતદારોને અલ્લાહના સોગંદ આપી મત આપવા અપીલ કરી રહ્યા હતા. રામવીર સિંહ મુસ્લિમોમાં સારી છબી ધરાવે છે. અહીં તેમણે બટોગે તો કટોગેનો સૂત્રોચ્ચાર કર્યો નથી.

યુપીમાં 31 વર્ષમાં પહેલી વખત ચોંકાવનારું પરિણામ, ભાજપ માટે મોટી જીત 3 - image


Google NewsGoogle News