Get The App

યોગી સરકાર શમીના ગામમાં બનાવશે ક્રિકેટ સ્ટેડિયમ, અધિકારીઓએ સ્થળ પર પહોંચી કર્યું નિરીક્ષણ

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરતા તેની ચર્ચા થઈ રહી છે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
યોગી સરકાર શમીના ગામમાં બનાવશે ક્રિકેટ સ્ટેડિયમ, અધિકારીઓએ સ્થળ પર પહોંચી કર્યું નિરીક્ષણ 1 - image


UP govt plans mini stadium : મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરતા તેની ચર્ચા થઈ રહી છે તેમા પણ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ઘાતક બોલિંગ કરીને ભારતને ફાઈનલમાં પહોંચાડવામાં તેનો સિંહ ફાળો રહ્યો છે. યોગી સરકારે શમીના ગામમાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવશે. આ માટે આજે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત અને અધિકારીઓએ સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.   

ક્રિકેટ જગતમાં શમી...શમી થઈ રહ્યું છે

ભારતીય ટીમ આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમશે. ભારતીય ટીમ માટે આ ટુર્નામેન્ટમાં મોહમ્મદ શમી (Mohammed Shami) જાદુગર સાબિત થયો છે અને પોતાના બોલિંગથી ભારતને વર્લ્ડ કપ 2023માં અનેક જીત અપાવી છે જેમાં સેમિફાઈનલમાં ન્યઝીલેન્ડની મહત્વની જીત પણ સામેલ છે. આ જ કારણ છે કે આજે ક્રિકેટ જગતમાં શમી...શમી થઈ રહ્યું છે. ક્રિકેટ વિવેચકોથી લઈને મહાન ક્રિકેટરો પણ શમીના વખાણ કરી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશની સરકાર (UP Government) તેના ગામ સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ અને ઓપન જિમ બનાવશે. ગામમાં ક્યાં બાંધકામ કરવું જોઈએ તે માટે જમીનની ઓળખ કરવામાં આવી રહી છે. ગામના લોકો માટે આ એક મોટી વાત છે, જેઓ તેમના હીરોને કારણે અહીં સ્ટેડિયમ મેળવવા જઈ રહ્યા છે.

અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી

આ માટે અમરોહા જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ ત્યાગીએ અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમના ગામ સહસપુર અલીનગરની મુલાકાત લીધી હતી. મુખ્ય વિકાસ અધિકારી પણ ડીએમ સાથે હતા. આ તમામ અધિકારીઓ જમીનની ઓળખ કરવા શમીના ગામ પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું.

યોગી સરકાર શમીના ગામમાં બનાવશે ક્રિકેટ સ્ટેડિયમ, અધિકારીઓએ સ્થળ પર પહોંચી કર્યું નિરીક્ષણ 2 - image


Google NewsGoogle News