UP સરકારે રાજ્યના કર્મચારીઓને આપી એક મહિનાની રાહત, હવે 2 ઓક્ટોબર સુધી આપી શકાશે સંપત્તિની વિગત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
UP સરકારે રાજ્યના કર્મચારીઓને આપી એક મહિનાની રાહત, હવે 2 ઓક્ટોબર સુધી આપી શકાશે સંપત્તિની વિગત 1 - image


UP Government gives Big Relief To Employees: ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓને મોટી રાહત આપી છે. કર્મચારીઓને પોતાની સંપત્તિની વિગત આપવા માટે વધુ એક મહિનાનો સમય આપ્યો છે. હવે રાજ્યના કર્મચારીઓ 2 ઓક્ટોબર સુધી પોતાની સંપત્તિની વિગત આપી શકશે. તમને જણાવી દઈએ કે, યોગી સરકારે આદેશ આપ્યો હતો કે, સંપત્તિની વિગતો રજૂ ન કરાવનાર કર્મચારીઓનું ઓગસ્ટ મહિનાનું વેતન રોકી દેવામાં આવશે. હવે તેમને એક મહિનાની છૂટ આપી છે. 

રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે રાજ્યના કર્મચારીઓને 31 ઓગસ્ટ સુધીમાં માનવ સંપદા પોર્ટલ પર ચલ અને અચલ સંપત્તિની વિગતો ફરજિયાત સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર 71% કર્મચારીઓએ જ પોર્ટલ પર પોતાની સંપત્તિની વિગતો સબમિટ કરી છે. આ માટે કર્મચારીઓને અનેક વખત રીમાઈન્ડર પણ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તમામ કર્મચારીઓને કડક સૂચના આપી હતી. તેમ છતાં પણ લગભગ 30% કર્મચારીઓએ પોતાની સંપત્તિની વિગતો નથી આપી.

રાજ્યમાં કુલ કેટલા કર્મચારી છે?

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકારના વિભાગોમાં કુલ 8,46,640 રાજ્ય કર્મચારીઓ છે. તેમાંથી માત્ર 602075 કર્મચારીઓએ માનવ સંપદા પોર્ટલ પર તેમની મિલકતોની વિગતો ઓનલાઈન રજીસ્ટર કરી છે. તાજેતરમાં જારી કરાયેલા આદેશ અનુસાર, તમામ વિભાગોના કર્મચારીઓએ IAS અને PCSની તર્જ પર તેમની સંપત્તિની વિગતો ઓનલાઈન આપવાની હતી. જો કે, તેમાં રાજ્યના શિક્ષકો અને કોર્પોરેશનો અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થતો ન હતો. સૂત્રોનું કહેવું છે કે જો કર્મચારીઓ મિલકતની વિગતો ઓનલાઈન નહીં આપે તો તેમનો પગાર બહાર પાડવામાં આવશે નહીં.


Google NewsGoogle News