ઉત્તર પ્રદેશમાં 17 વર્ષ જૂના હત્યાના કેસમાં એક પરિવારના નવ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારાઈ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
judgement


BUDAUN (UP): સ્થાનિક અદાલતે 17 વર્ષ જુના હત્યાના કેસમાં એક પરિવારના નવ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. વિશેષ ન્યાયાધીશ રેખા શર્માની અદાલતે ગુરૂવારે સજા સંભળાવી હતી.

છ દોષીતોને રૂ. 50 હજાર રૂપિયા, આઠને 30 હજારનો દંડ

બદૌન જિલ્લાના ખારખોલ ગામમાં પાનસિંહની હત્યા માટે આરોપીઓ દોષીત ઠરતા અદાલતે છ દોષીતોને 50 હજાર રૂપિયાનો દંડ જ્યારે બાકીના આઠને 30 હજારનો દંડ ચૂકવવા કહેવામાં આવ્યું હતું. 

ફેબ્રુઆરી 2007માં હત્યા કરવામાં આવી હતી

સરકારી વકીલ રાજેશ બાબુ શર્માએ જણાવ્યું હતું કે કરીબ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખારખોલ ગામમાં કથિત રીતે ફેબ્રુઆરી 2007માં રાધેશ્યામની હત્યા કરવામાં આવી હતી. ઘટનાના આઠ દિવસ બાદ રાધેશ્યામના સંબંધીઓ અને પરિવારના સભ્યોએ પાનસિંહ પર તેના ઘરે હુમલો કર્યો હતો. 

ઘરમાં લૂટ કરીને કુહાડી વડે હત્યા કરી 

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દાખલ થયેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓએ ઘર પર ગોળીબાર કર્યો હતો. તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો અને પાનસિંહના ઘરમાં લૂટ ચલાવી હતી. તેઓ પાનસિંહને ઉઠાવી ગયા હતા અને કુહાડી વડે તેની હત્યા કરી હતી. પોલીસે લૂટ અને હત્યાના કેસમાં તપાસ કરીને 16 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચો: ભાજપે દેશના અનેક રાજ્યોમાં સંગઠનમાં સર્જરીની તૈયારી કરી, RSSથી લીલી ઝંડી મળવાનો ઈન્તેજાર

દોષિતોને આજીવન કેદની સજા

ન્યાયાધીશ રેખા શર્માએ આ કેસમાં રાધેશ્યામના ભાઇ ઉર્મન સહિત 14 લોકોને દોષિત ઠેરવીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટમા કેસ ચાલી રહ્યો હતો ત્યારે બે આરોપીઓના મોત થયા હતાં.

ઉત્તર પ્રદેશમાં 17 વર્ષ જૂના હત્યાના કેસમાં એક પરિવારના નવ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારાઈ 2 - image


Google NewsGoogle News