ઝોલાછાપ ડૉક્ટરની કરતૂત! નોર્મલ ડિલીવરી કરવા મહિલાને 8 ઈન્જેક્શન માર્યા, ખાડાવાળા રોડ પર ટેમ્પોમાં ફેરવી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ઝોલાછાપ ડૉક્ટરની કરતૂત! નોર્મલ ડિલીવરી કરવા મહિલાને 8 ઈન્જેક્શન માર્યા, ખાડાવાળા રોડ પર ટેમ્પોમાં ફેરવી 1 - image


Uttar Pradesh Fake Doctor : ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. જ્યાં ઝોલાછાપ ડૉક્ટરે ગર્ભવતી મહિલાની નોર્મલ ડિલિવરી માટે સૌથી પહેલાં એક પછી એક આઠ ઈન્જેક્શન લગાવી દીધાં. ત્યારબાદ મહિલાને રીક્ષામાં બેસાડીને ખાડાવાળા રસ્તા પર ફેરવી. આટલું કર્યાં છતાં મહિલાની નોર્મલ ડિલિવરી ન થઈ તો તેને બીજા દવાખાને જવાનું કહી દીધું. જ્યારે બીજા દવાખાને મહિલાની ઓપરેશનથી ડિલિવરી કરાઈ તો નવજાતનું મોત થઈ ગયું.

પ્રસવ પીડા માટે કર્યું વિચિત્ર કામ

યુપીના ગાઝીપુર જિલ્લાના ખુદાબખ્શપુર ગામની રહેવાસી અનીતા દેવીને પ્રસવ પીડા બાદ છતમા ગામના એક ક્લિનિક પર લઈ જવામાં આવી. જ્યાં ડૉક્ટર ડી.કે ગૌતમે મહિલાને પ્રસવ પીડા માટે સતત આઠ ઈન્જેક્શન લગાવી દીધાં. ત્યારબાદ પણ પીડા ન થતાં તેણે રીક્ષામાં પ્રસૂતાને સુવડાવીને એક કલાક સુધી ખાડાવાળા રસ્તા પર ફેરવી. ડૉક્ટરે મહિલાને કહ્યું કે, ખાડામાં ઝટકા લાગ્યા બાદ પ્રેશર બનશે અને ડિલિવરી થઈ જશે. સાંજ સુધી પ્રસૂતાને ક્લિનિકમાં રાખ્યા છતાં ડિલિવરી ન થતાં તેણે મહિલાને પોતાની જ ઓળખાણવાળા હરદાસપુર ખુર્દમાં રજિસ્ટ્રેશન વિના ચાલતું જીવનદીપ હેલ્થ કેર સેન્ટરમાં મોકલી દીધી.

આ પણ વાંચોઃ ફરી ટ્રેન દુર્ઘટના: કપલિંગ તૂટતાં મગધ એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ, યાત્રીઓ ફફડી ઊઠ્યાં

નવજાતના મોતની ખબર છુપાવી

જીવનદીપ હેલ્થ કેર સેન્ટરમાં ડૉક્ટર કમલેશ ચૌહાણે પહેલાં બાજુમાંથી કોઈ ઝોલાછાપ મહિલા ડૉક્ટરને બોલાવીને નોર્મલ ડિલિવરી કરાવવાનું કહ્યું. ત્યાર બાદ સ્થિતિ બગડતાં જોઈ અડધી રાત્રે ઓપરેશન કરવાની વાત કહી 25 હજાર રૂપિયાની માંગ કરી. જ્યારે ડૉક્ટરે માતા અને બાળક બંનેને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ અપાવ્યો તો પરિવારજન ઓપરેશન માટે માની ગયાં. રાત્રે બે વાગ્યે ઓપરેશન બાદ છોકરો જન્મ્યો, પરંતુ થોડી જ વારમાં તેની મોત થઈ ગઈ.

આ પણ વાંચોઃ 'ટ્રેન તો હું જ ચલાવીશ...' વંદે ભારતના બે લોકો પાઈલટ વચ્ચે જોરદાર બબાલ, મારામારી પણ થઈ

પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ

હોસ્પિટલના કર્મચારીએ પહેલાં તો પ્રસૂતાથી નવજાતની મોતની વાત છુપાવી અને બીજા દવાખાને સારવાર માટે મોકલી દીધી. પરંતુ, હોસ્પિટલમાં ભીડ થતાં પ્રસૂતાને પણ આ ઘટનાની જાણ થઈ ગઈ. પ્રસૂતાની હાલત બગડતા એમ્બ્યુલન્સથી મહિલાને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધી. આ મામલે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દુલ્લહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કે.પી સિંહે જણાવ્યું કે, નવજાતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News