યુપીમાં ભાજપમાં આટલી હલચલ કેમ? દિગ્ગજ નેતા દિલ્હી રવાના, સોમવારે આપ્યું હતું મોટું નિવેદન
Image Source: Twitter
UP Deputy CM Keshav Prasad Maurya: યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય આજે સવારે દિલ્હી જવા રવાના થયા છે. તેઓ યુપીની સ્થિતિ અંગે દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે કેશવ મૌર્ય હાલમાં યુપીના રાજકારણમાં ખૂબ ચર્ચામાં છે. તેમણે સોમવારે જ આ નિવેદન આપ્યું હતું કે સંગઠન સરકાર કરતા મોટું છે. તમને જણાવી દઈએ કે કેશવ મૌર્ય સવારે 11:00 વાગ્યે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થયા છે.
સોમવારે આપ્યું હતું મોટું નિવેદન
કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં ભાજપની બેઠકમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંગઠન સરકાર કરતા મોટું છે. સંગઠન મોટું હતું, મોટું છે અને હંમેશા મોટું રહેશે. ભાજપના તમામ કાર્યકર્તા મારું ગૌરવ છે. નોંધનીય છે કે, લખનઉમાં ભાજપની હાર અને જીત અંગે મહામંથન કરીને પ્રદર્શનને લઈને એક-એક પોઈન્ટને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુપીના સીએમએ પણ પોતાનું સંબોધન આપ્યું હતું પરંતુ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન ચર્ચામાં રહ્યું હતું.
સંગઠન સરકાર કરતા મોટું
કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે, હું પહેલા ભાજપનો કાર્યકર્તા છું બાદમાં ડેપ્યુટી સીએમ છું. સંગઠન સરકાર કરતા મોટું હતું, મોટું છે અને હંમેશા મોટું રહેશે. તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સવાલ એ છે કે કેશવ મૌર્યના આ નિવેદનનો અર્થ શું છે? જે સમયે તેમણે આ નિવેદન આપ્યું તે સમયે મંચ પર ભાજપના શીર્ષ નેતૃત્વના દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ જ સંબોધનમાં તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તા આપણું ગૌરવ છે. તેમને સમ્માન મળવું જોઈએ.