69000 શિક્ષકોની ભરતી અંગે હાઈકોર્ટે ઝટકો આપતા CM યોગીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
UP 69000 Teacher Recruitment: અલાહાબાદ હાઇકોર્ટે યુપીમાં 69 હજાર શિક્ષકોની ભરતીની મેરિટ લિસ્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી હતી કે યોગી સરકાર હાઇકોર્ટના આદેશનું પાલન કરશે કે સુપ્રીમ કોર્ટમાં જશે. જે અંગે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, યુપી સરકાર અલાહાબાદ હાઇકોર્ટના આદેશનું પાલન કરશે.
CM યોગી આદિત્યનાથે ટ્વિટ કરી માહિતી આપી
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાતે આ મામલે એક્સ પર પોસ્ટ લખી માહિતી આપી છે કે, "આજે મને મૂળભૂત શિક્ષણ વિભાગ દ્વારા 69 હજાર શિક્ષકોની ભરતીના મામલે માનનીય અદાલતના નિર્ણયની તમામ હકીકતો વિશે જાણ કરવામાં આવી છે. માનનીય હાઇકોર્ટના અવલોકનને ધ્યાનમાં રાખીને વિભાગને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે અને માનનીય હાઈકોર્ટ, અલ્હાબાદની લખનૌ બેંચનો નિર્ણય સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે કે અનામત વર્ગના ઉમેદવારોને બંધારણ દ્વારા આપવામાં આવેલ અનામતનો લાભ મળવો જોઈએ અને કોઈપણ ઉમેદવાર સાથે અન્યાય ન થવો જોઈએ.
યુપીના દિગ્ગજ નેતાઓએ હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, મોદી સરકારના મંત્રી તેમજ એનડીએના સહયોગી અનુપ્રિયા પટેલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યું હતું.
અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ
અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ઉત્તરપ્રદેશમાં સહાયક શિક્ષક ભરતી પરીક્ષા (એટીઆરઇ) અંતર્ગત 69 હજાર શિક્ષકોની નિયુક્તિ માટે જૂન 2020માં જાહેર કરેલી પસંદગી યાદી અને 6800 વિદ્યાર્થીઓની પાંચ જાન્યુઆરી 2022ની પસંદગી સૂચીને બદલે નવી સૂચી બનાવવા આદેશ આપ્યો છે.
આ પણ જુઓઃ VIDEO: કોલકાતામાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં બબાલ, પોલીસનો લાઠીચાર્જ, અનેકને ઈજા