Get The App

CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મોત

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News
CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મોત 1 - image

ઉત્તરપ્રદેશ, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવાર 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના OSD મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ અકસ્માત બસ્તી જિલ્લાના મુંડરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-28 ખજૌલા ચોકી પાસે ગુરૂવારે રાત્રે લગભગ એક વાગ્યે  થયો હતો. 

મોતીલાલ સિંહની પત્નીને ગોરખપુર ખાતે બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યાં છે.

CM યોગી આદિત્યનાથના OSD મોતીલાલ સિંહનું માર્ગ અકસ્માતમાં મોત 2 - image

- આ રીતે થયો અકસ્માત 

બંને લોકો સ્કોર્પિયો ગાડી દ્વારા ગોરખપુરથી લખનૌ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવર ઊંઘમાં હોવાના કારણે વાહન અચાનક રોડની બાજુમાં ખાડામાં પડી ગયું હતું. જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.


બંને લોકોને ગોરખપુરની ગોરખનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં મોતીલાલ સિંહને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. મોતીલાલ સિંહ મહાનગર પાલિકામાં એડિશનલ મ્યુનિસિપલ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ ગોરખનાથ મંદિરમાં પોતાની સેવા આપતા હતા. યોગી આદિત્યનાથએ માર્ગ અકસ્માતમાં ગોરખપુરના OSDના મોતીલાલ સિંહના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.


- તમામ ઘટનાની માહિતી લઈ રહ્યા છે CM યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ અને જનતા દર્શનથી લઈને મંદિર સુધી આવતી તમામ સમસ્યાઓ અને ફરિયાદોના નિરાકરણમાં તેઓ સંયોજકની ભૂમિકા ભજવતા હતા. મોતીલાલ સિંહના મૃત્યુના સમાચાર મળતા જ સવારથી જ મંદિરમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ પણ ઘટનાની દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા છે.

- મોતીલાલ સિંહની જીવનશૈલી

બુધનપુર આઝમગઢના રહેવાસી મોતીલાલ સિંહ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર હતા ત્યારે ગોરખનાથ મંદિર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંકળાયેલા હતા. તેમની વહીવટી કાર્યક્ષમતા જોઈને મુખ્યમંત્રીએ તેમની નિવૃત્તિ બાદ 2017માં ગોરખનાથ મંદિરમાં સ્થપાયેલી મુખ્ય પ્રધાનની શિબિર કચેરીના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપી હતી. બાદમાં તેમને OSDનો હોદ્દો પણ આપવામાં આવ્યો હતો. મોતીલાલે ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા અને બાંસગાંવમાં OSDની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી. હાલમાં તેઓ યુનિવર્સિટી ચોક પાસેના સરકારી આવાસમાં રહેતા હતા.


Google NewsGoogle News