Get The App

મુખ્યમંત્રી યોગી અચાનક પહોંચ્યા દિલ્હી, વડાપ્રધાન મોદી સાથે કરી એક કલાક મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
Yogi Adityanath And PM Modi


Yogi Adityanath Met PM Modi : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે (3 નવેમ્બર) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન અને યોગી આદિત્યનાથ વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણી સહિતના મહત્ત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે યોગી આદિત્યનાથની આ પ્રથમ મુલાકાત છે. 

મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વડાપ્રધાન મોદી અને સીએમ યોગી વચ્ચેની આ મુલાકાત ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણી અંગે લાંબી ચર્ચા થઈ હતી. આ સાથે રાજ્યના વિકાસના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન પીએમ મોદી અને સીએમ યોગીએ મહાકુંભની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ શિયાળુ સત્ર પહેલા ચંદ્રબાબુ નાયડુના પક્ષે વધારી મોદી સરકારની ચિંતા! વક્ફ બિલ મુદ્દે મોટી જાહેરાત

જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ ભાજપમાં ભારે હંગામો થયો હતો. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીની મુલાકાત પર અનેક અટકળોએ જોર પકડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સીએમ યોગી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યમાં ભાજપને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. 

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં ઉતરી એક્ટર વિજયની પાર્ટી TVK, રાજ્ય સરકારની પણ ચિંતા વધારી



Google NewsGoogle News