Get The App

VIDEO : ‘સનાતન જ એકમાત્ર ધર્મ છે, બાકીના તો...’ જોધપુરમાં બોલ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રાજસ્થાનના જોધપુરમાં એક જાહેરસભા સંબોધી

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
VIDEO : ‘સનાતન જ એકમાત્ર ધર્મ છે, બાકીના તો...’ જોધપુરમાં બોલ્યા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી 1 - image


UP CM Yogi Adityanath Statement on Sanatan Dharma : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) આજે રાજસ્થાન (Rajasthan)ના જોધપુરમાં એક જાહેરસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મ એક જ છે અને તે સનાતન ધર્મ (Sanatan Dharma) છે. મુખ્યમંત્રી યોગીએ આજે પાલાસની ગામમાં મારવાડ રાજગુરુ મઠ સિદ્ધ શ્રી ચિડિયાનાથ આસન પર બ્રહ્મલીન યોગી કૈલાશનાથ મહારાજની વર્ષગાંઠ સમારોહ તેમજ બે દિવસીય ભંડારા મહોત્સવમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સભા સંબોધન કરતા કહ્યું કે, વિપરીત પરિસ્થિતિમાં પોતાની પરંપરા કેવી રીતે જાળવવી, તે જોવા વિશ્વભરના લોકો રાજસ્થાન આવે છે.

‘ધર્મ એક જ છે અને તે સનાતન ધર્મ છે’

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રીએ કહ્યું કે, રસ્તાઓ અલગ હોઈ શકે છે, પરંતુ તમામ રસ્તા પડાવ સુધી પહોંચતા નથી, માત્ર આપણે યોગ્ય રસ્તો પસંદ કરવાની જરૂર છે અને તે રસ્તો આપણા સંતો અને યોગીઓએ ચિંધેલો રસ્તો છે. સનાતન ધર્મ એક વિરાટ સ્વરૂપ છે, જે તમામનો સમાવેશ કરે છે. આપણે બધાએ સનાતન ધર્મના મૂલ્યોનો આગ્રહ રાખવો જોઈએ. ધર્મ એક જ છે અને તે સનાતન ધર્મ છે. બાકીના પંથ અને સંપ્રદાય હોઈ શકે છે. સનાતન ધર્મએ તમામ દેશ, તમામ કાળ અને તમામ પરિસ્થિતિમાં ઝુક્યા વગર, હટ્યા વગર અડીખમ રહી પોતાને જીવંત રાખ્યું, તેથી જ દુનિયામાં ઘણા બધા લોકો આવ્યા અને જતા રહ્યા, પરંતુ સનાતમ ધર્મ સમ અને વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી સતત આગળ વધી રહ્યો છે.

‘કેટલાક અવરોધો અને પડકારો આવ્યા’

યોગીએ કહ્યું કે, તે કાળ દરમિયાન કેટલાક અવરોધો અને પડકારો આવ્યા હશે. જો આપણે તે અવરોધોનો સામનો નહીં કર્યો હોય તો તેમણે આપણને કેટલાક પડકારો આપ્યા હશે. પરંતુ જ્યારે આપણે એક થઈને નિકળ્યા, ત્યારે જીત મેળવવામાં વિલંબ થયો નથી. તેમણે કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરની નિર્માણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ 500 વર્ષની રાહ જોયા બાદ પ્રભુરામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, જેમાં તમામ ભારતવાસીઓ પ્રસન્ન છે.


Google NewsGoogle News