Get The App

ભારે ખેંચતાણ બાદ યુપીમાં અખિલેશ સામે કોંગ્રેસનું 'બલિદાન', વ્યૂહનીતિ કે પછી મજબૂરી?

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
UP Bypolls 2024


UP Bypolls 2024: ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો મુદ્દે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જ આમને-સામને થઈ છે. બંને પક્ષો વચ્ચે બેઠકો પર ઉમેદવારી નોંધાવા મુદ્દે વિવાદ સર્જાયો છે. જો કે, સપાના વડાએ ગઠબંધનમાં તેમને ફ્રી હેન્ડ અપાયો હોવાની જાહેરાત કરતાં કોંગ્રેસના અમુક નેતાઓ ગૂંચવાયા છે.

ગૂપચૂપ નોંધાવી આવ્યા ઉમેદવારી

ફૂલપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગંગાપાર જિલ્લાધ્યક્ષ સુરેશ યાદવ ગોપનીય રીતે ઉમેદવારી નોંધાવી આવ્યા છે. તે સમયે તેમની પાસે કોઈ સમર્થક કે કોંગ્રેસના કાર્યકરો જોવા મળ્યા ન હતાં. ફુલપુર બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત હોવાથી તે પોતાનો ઉમેદવાર ઉતારવા માગતી હતી. પરંતુ સપાએ આ બેઠક પરથી મોહમ્મદ મુજતબા સિદ્દિકીને ઉમેદવાર જાહેર કરતાં ગઠબંધનમાં તણાવ આવ્યો છે.

સપાને ફ્રી હેન્ડ અપાયો

કોંગ્રેસે કુલ નવ બેઠકોમાંથી પોતાની પાસે પાંચ બેઠકો રાખી હતી, જ્યારે સપાએ તેને માત્ર બે બેઠકો ઓફર કરી હતી - ગાઝિયાબાદ સદર અને અલીગઢ જિલ્લામાં ખેર વિધાનસભા બેઠક. સપાના વડાએ પોતે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે I.N.D.I.A.  ગઠબંધનના ઉમેદવારો તમામ નવ બેઠકો પર સપાના ચિહ્ન પર ચૂંટણી લડશે. સવાલ એ છે કે યુપી પેટાચૂંટણીમાં પાંચ બેઠકોની માંગ પર અડગ રહેલી કોંગ્રેસે છેલ્લી ઘડીએ અખિલેશને ફ્રી હેન્ડ આપવાનો નિર્ણય કેમ લીધો? આની પાછળનું કારણ હરિયાણાની હારનો પાઠ છે કે બીજું કંઈક? 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો 'રાજ્ય'નો દરજ્જો મળશે, અમિત શાહે આપી ખાતરી

કોંગ્રેસની રણનીતિ કે મજબૂરી?

1. હરિયાણાના નુકસાનને કંટ્રોલ કરશે

2. 2027ની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના પર ફોકસ

3. હરીફ પક્ષ વિવાદનો લાભ ન લે તેનું ધ્યાન

4. ઉત્તરપ્રદેશમાં સપાનો સાથ જરૂરી

કોંગ્રેસ પાસે વર્ચસ્વની ખામી

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ જે નવ બેઠકોની પેટા ચૂંટણી માટે તાડામાર તૈયારીઓ કરી રહી છે. ત્યાં સપાનો સાથ અનિવાર્ય છે. જો સપા બળવાખોર બને તો કોંગ્રેસને આકરી હારનો સામનો કરવો પડી શકે છે, કારણકે, તે આ બેઠકો પર મજબૂત પકડ ધરાવતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસે હવે સપાને ફ્રી હેન્ડ આપ્યો હોવાની અટકળો વહેતી થઈ છે.

ભારે ખેંચતાણ બાદ યુપીમાં અખિલેશ સામે કોંગ્રેસનું 'બલિદાન', વ્યૂહનીતિ કે પછી મજબૂરી? 2 - image


Google NewsGoogle News