Get The App

ભાજપ માટે માથાનો દુઃખાવો બની યુપીની પેટાચૂંટણી, NDAના સાથી પક્ષોએ માગણીઓ શરૂ કરી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Sanjay Nishad, Jayant Chaudhary


Uttar Pradesh Politics: દેશમાં ફરી એકવાર રાજકીય માહોલ જોવા મળશે. ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવની છે. લોકસભા ચૂંટણીમાં બેઠકની દ્રષ્ટિ સમાવવાદી પાર્ટી (SP)પછી બીજા ક્રમે રહેલી ભાજપ ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. પરંતુ સાથી પક્ષની માગ મુશ્કેલીઓ વધારી શકે છે. 

એનડીએના આ સાથી પક્ષોએ 2-2 બેઠકોની માગ કરી

અહેવાલો અનુસાર, એનડીએના બે સાથી પક્ષો બે-બે બેઠકની માગણી કરી રહ્યા છે. ડો. સંજય નિષાદની આગેવાની હેઠળની નિષાદ પાર્ટી અને જયંત ચૌધરીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકદળ (RLD)બે-બે બેઠકોનો દાવો કરી રહી છે. પરંતુ ભાજપ તેના સાથી પક્ષો માટે કોઈ બેઠક છોડે તેવી શક્યતા ઓછી છે. 

નિષાદ પક્ષના દાવાનો આધાર શું છે?

ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠક પર ઉમેદવારો ઊભા કરવાની ભાજપની તૈયારી છે. ત્યારે નિષાદ પાર્ટીના વડા સંજય નિષાદ મિર્ઝાપુર જિલ્લાની મઝવાન તેમજ કટેહરી વિધાનસભા બેઠક માટે દાવો કરી રહ્યા છે. તેમની માગ છે કે, 10 બેઠકની પેટાચૂંટણીમાં બે સીટો અમારી છે અને અમે બંને સીટો પર ઉમેદવારો ઊભા રાખીશું. નોંધનીય છે  કે વર્ષ 2022ની યુપી ચૂંટણીમાં મઝવાન અને કટેહરી બેઠક નિષાદ પાર્ટીના હાથમાં હતી.

આ પણ વાંચો: ઉત્તરથી દક્ષિણ સુધી ભાજપને ઘેરવાનો પ્લાન, રાહુલ અને પ્રિયંકાની જોડી હવે કરશે આ મોટું કામ


આરએલડી શા માટે બે બેઠકો માગે છે?

આરએલડીના વડા ચંદન ચૌહાણ વર્ષ 2022માં મુઝફ્ફરનગર જિલ્લાની મીરાપુર બેઠક પરથી જીત્યા હતા. તે હવે બિજનૌર બેઠક પરથી સાંસદ છે અને તેમના રાજીનામાને કારણે ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત આરએલડી અલીગઢ જિલ્લાની ખેર (સલામત) બેઠક માટે પણ દાવો કરી રહી છે. ખેર બેઠક પર 2017થી ભાજપે કબજો જમાવી રહી છે. ભાજપના અનુપ પ્રધાન વાલ્મિકી 2017 અને 2022માં ખેર બેઠક પરથી ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. અનૂપ હવે હાથરસથી સાંસદ છે. જો આરએલડી આ બેઠકની માંગ કરી રહી છે તો તેની પાછળ તેનો પોતાનો તર્ક છે, પોતાનો આધાર છે.

NDA શા માટે મુશ્કેલીમાં ફસાઈ રહી છે?

ભાજપ પેટાચૂંટણીને લોકસભા ચૂંટણીમાં બેઠકોની અછત પૂરી કરવાની સારી તક તરીકે જોઈ રહી છે. ભાજપનો પ્રયાસ છે કે લોકસભાની ચૂંટણી બાદ વિપક્ષના આક્રમક વલણને શક્ય તેટલી વધુ બેઠકો જીતીને ફોડી નાખે. એક રીતે આ પેટાચૂંટણીઓને મુખ્યમંત્રી યોગીની લોકપ્રિયતાની લિટમસ ટેસ્ટ પણ માનવામાં આવી રહી છે. એવામાં ભાજપ તેમજ ખુદ મુખ્યમંત્રી પણ કોઈ કસર છોડવા માંગતા નથી.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની સમીક્ષા બેઠકોમાં સાથી પક્ષોના મત ટ્રાન્સફર ન કરવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. ડૉ.સંજય નિષાદે પોતાના પુત્રની હાર માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. અનુપ્રિયા પટેલ પણ ભરતીમાં અનામતને લઈને એક પછી એક પત્ર લખીને સરકાર અને ભાજપને અસ્વસ્થ કરી રહી છે. ત્યારે ભાજપની વ્યૂહરચના પેટાચૂંટણી દ્વારા તેના સાથી પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવાની હોઈ શકે છે કે લોકસભા ચૂંટણીમાં ઓછી સંખ્યાના કારણે તે કોઈપણ પ્રકારના દબાણમાં નહીં આવે.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે

ઉત્તર પ્રદેશની 10 બેઠકોમાંથી જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે, ત્યાં ત્રણ બેઠકો છે જ્યાં ભાજપના ધારાસભ્યો હતા અને એક-એક બેઠક નિષાદ પાર્ટી અને આરએલડી પાસે હતી. સપા પાસે પાંચ સીટો પરથી ધારાસભ્યો હતા. આ બેઠકોમાં મઝવાન, કટેહરી, મીરાપુર અને ખેર તેમજ કરહલ, મિલ્કીપુર, કુંદરકી, ગાઝિયાબાદ, ફુલપુર અને સિસામઉ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. સપા વડા અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની કરહલથી ધારાસભ્ય હતા. કન્નૌજથી સાંસદ ચૂંટાયા બાદ અખિલેશ તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત ફૈઝાબાદથી સાંસદ ચૂંટાયા બાદ અવધેશ પાસીના રાજીનામાને કારણે અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક ખાલી થઈ છે.

ભાજપ માટે માથાનો દુઃખાવો બની યુપીની પેટાચૂંટણી, NDAના સાથી પક્ષોએ માગણીઓ શરૂ કરી 2 - image


Google NewsGoogle News