કોંગ્રેસ-સપાના ગઠબંધનમાં ક્યાં ફસાયો છે પેચ? પ્રિયંકા ગાંધીએ માંગી બેઠકો, અખિલેશની ‘ના’
UP By-Elections : ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે, પરંતુ આ પેટા ચૂંટણીને લઈને હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો ચૂંટણીની જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. જેમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે તેવી ચર્ચા થઈ રહી છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ શનિવારે (7 સપ્ટેમ્બર) સાંજે દિલ્હીમાં યુપી પ્રમુખ અજય રાય અને તમામ નવનિયુક્ત સચિવો સાથે મુલાકાત કરી હતી.
યુપી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસની શું છે ફોર્મ્યુલા
મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન યુપીમાં 10 બેઠકો પર પેટા ચૂંટણીને લઈને પ્રિયંકાએ સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન માટે 60/40ની ફોર્મ્યુલા આપી છે. તેમણે કોંગ્રેસ નેતાઓને સાફ નિર્દેશ કર્યો છે કે, 4થી ઓછી બેઠક પર ગઠબંધનની વાત ન માનવી. જ્યારે સપા લોકસભા ચૂંટણીના ફોર્મ્યુલા પ્રમાણે જ પેટા ચૂંટણીમાં ગઠબંધન કરવા અને કોંગ્રેસને વધુને વધુ બે બેઠકો ઓફર કરી રહી છે. કોંગ્રેસ ત્રણ બેઠકો પર ફાઈનલ કરે સંભાવના છે.
આ પણ વાંચો : ભારતમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, વિદેશથી આવેલી વ્યક્તિને આઇસોલેટ કરાઈ
યુપીમાં પેટા ચૂંટણીની તારીખોને લઈને કોઈ ઘોષણ કરવામાં આવી નથી. પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર સાંસદ અવધેશ પ્રસાદના દિકરાને ટિક આપવાનું એકતરફી જાહેરાત કરી છે. બીજી તરફ, હરિયાણામાં પણ સપા બેઠકોની માંગ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ તેને એક બેઠક આપવા તૈયાર છે.
આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ અને હત્યા કાંડના વિરોધમાં દિગ્ગજ સાંસદે આપ્યું રાજીનામું, મમતાની પાર્ટીને ઝટકો
સમાજવાદી 6 બેઠકો પર તેના ઉમેદવારો ઉતારશે
બીજી તરફ, સપાએ 10માંથી 6 બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સમાજવાદી 10માંથી 6 બેઠકો પર તેના ઉમેદવારો ઉતારશે. 10 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી 5 સમાજવાદી પાર્ટીના, 3 ભાજપ અને રાષ્ટ્રીય લોકદળ અને નિષાદ પાર્ટીએ એક-એક જીતી છે, બંને NDAના સહયોગી છે.