ભાજપ માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતા રાજ્યમાં જ વિખવાદ: કેબિનેટ મંત્રી થયા નારાજ, ગૃહમંત્રીને કરશે ફરિયાદ
Image Source: Twitter
UP Bypoll 2024: ભારતીય જનતા પાર્ટી કોર કમિટીની બેઠકમાં ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણીની 10માંથી 9 બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે એક બેઠક આરએલડી માટે છોડી દેવામાં આવી છે. ભાજપના આ નિર્ણય પર એનડીએમાં સહયોગી નિષાદ પાર્ટીના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી સંજય નિષાદે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નિષાદ પાર્ટીને કટેહરી અને માંઝવા બેઠકો જોઈએ છે.
નિષાદ પાર્ટી બે બેઠકો પર પેટા ચૂંટણી લડવા માંગતી હતી, સંજય નિષાદે ભાજપ સમક્ષ આ વાત ખુલીને વ્યક્ત કરી હતી. પરંતુ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સંજય નિષાદને આપવામાં આવેલા સંદેશમાં સ્પષ્ટ છે કે ભાજપ તેમને મંઝવા બેઠક તો આપી દેશે પરંતુ પોતાના પ્રતિક પર. બીજી તરફ સંજય નિષાદ આ માટે બિલકુલ તૈયાર નથી. તેમનું કહેવું છે કે પ્રતિક વિના કાર્યકરો મોબલાઈઝ નહી થશે અને આ બે બેઠકો પર અમારો અધિકાર છે.
ભાજપના નિર્ણયથી સંજય નિષાદ નારાજ
સંજય નિષાદે કહ્યું કે 'હું મંઝવા બેઠક પર તો કોઈ સમાધાન નહીં કરીશ. જો તે બેઠક અમને નહીં મળશો તો અમે ગઠબંધનમાં રહીને શું કરીશું? હું મારા લોકો અને કાર્યકરોને કેવી રીતે સમજાવીશ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં નિષાદ પાર્ટીએ કટેહારી અને માંઝવા બંને બેઠકો પર ચૂંટણી લડી હતી અને પોતાના પ્રતિક પર ચૂંટણી લડી હતી. તેમાંથી અમે એક મંઝવા બેઠક પર જીત હાંસલ કરી હતી અને એક પર હારી ગયા હતા.'
ગૃહમંત્રીને કરશે ફરિયાદ
નારાજ સંજય નિષાદે આગળ કહ્યું કે, "હવે હું ગૃહમંત્રી અમિત શાહને પોતાની વ્યથા કહીશ. મેં અમિત શાહ પાસે મળવાનો સમય માગ્યો છે. આજે સાંજે અથવા કાલ સુધીમાં મારી મુલાકાત થઈ જશે. હવે તેમને જ પોતાની વાત કહીશ. અમે મંઝવા બેઠક પર કોઈ સમાધાન નહીં કરીશું.'
આ પહેલા દિલ્હીમાં થયેલી ભાજપની કોર કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયને લઈને બેઠકમાં બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીને સંજય નિષાદ સાથે વાત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમને સમજાવવા માટે કહેવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંજય નિષાદ કટેહરી બેઠક પરની પોતાની જિદ છોડી શકે છે જો ભાજપ તેમને મંઝવા બેઠક ચૂંટણી લડવા માટે આપે તો અને તે પણ નિષાદ પાર્ટીના પ્રતિક પર. સંજય નિષાદે આ મામલે ભાજપ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવાનું મન બનાવી લીધું છે, હવે અંતિમ નિર્ણય અમિત શાહ જ લેશે. સંજય નિષાદે કહ્યું કે હું આ અંગે યુપીના નેતાઓ સાથે કોઈ પણ વાત કરવાના પક્ષમાં નથી.