ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, મુસાફરો સવાર દિલ્હી જતી બસ પલટી, 14 લોકો ઈજાગ્રસ્ત થયા
UP Bus Accident: વારાણસીથી દિલ્હી જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ શનિવારે રાત્રે ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જેમાંથી એકની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
આ દર્દનાક અકસ્માત મૂરતગંજ શહેરના સંદીપનઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના જીટી રોડ પર થયો હતો. પોલીસે ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અનેક યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. આ દરમિયાન જીટી રોડ પણ ઘણાં સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
આ પણ વાંચોઃ 'મેં આવી મુશ્કેલ ચૂંટણી ક્યારેય નથી જોઈ', ઝારખંડમાં જીત બાદ હેમંત સોરેનનું નિવેદન
ટ્રેન કેન્સલ થતાં બસમાં ચઢ્યા
વારાણસી કેન્ટના રહેવાસી સુભાષે જણાવ્યું કે તેને ટ્રેનમાં દિલ્હી જવાનું હતું. પરંતુ ટ્રેન કેન્સલ થઈ ગઈ હતી. પછી તેણે બસની ટિકિટ લીધી. બાદમાં પત્ની અને બાળકો સાથે પ્રતાપ ટ્રાવેલ્સની સેમી સ્લીપર બસમાં ચઢી ગયાં.
બસ તમિલનાડુ સહિત વિવિધ સ્થળોએથી મુસાફરોને લઈને જઈ રહી હતી. જ્યારે બસ રાત્રે 11 વાગ્યે મુરતગંજ શહેરમાં પહોંચી, ત્યારે તે જીટી રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ અને તેની ડાબી બાજુએ પલટી ગઈ, જે રોડની કિનારીએ ઉભેલી રીક્ષા પર પડી હતી. રીક્ષા અને બસમાં સવાર લોકોની ચીસો સાંભળી સ્થાનિકો અને રાહદારીઓ ટોળે વળ્યા હતાં. સ્થાનિકોએ કેટલાંક મુસાફરોને કાચ તોડીને બહાર કાઢ્યાં હતાં. જોકે, તેમ છતાં અનેક લોકો બસમાં જ ફસાઈ ગયા હતાં.
ક્રેનની મદદથી કરી બચાવ કામગીરી
અકસ્માતના સમાચાર મળતા જ ડીએમ, એસપી, સીઓ સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામ વ્યક્તને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
ઈજાગ્રસ્તોમાં આંધ્રપ્રદેશના 54 વર્ષીય વેંકટ સુબ્બમ, 65 વર્ષીય સમૈયા, 60 વર્ષીય કનૈયા, 44 વર્ષીય શ્રીનિવાસ, કોંધિયારા પ્રયાગરાજના 28 વર્ષીય સીમા તિવારી, 30 વર્ષીય- સાંદીપઘાટ કૌશામ્બીના જૂના શિમલા દેવી, રાજુ પટેલ, રમેશ કુમાર પટેલ, અર્જુન, વારાણસીના દેવા લાલ, અશોક કુમાર, સુધાકર, અમરનાથ.
પોલીસે કર્યો બચાવ
ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિ પોતાનું નામ અને સરનામું કહી શકે તેવી સ્થિતિમાં નહોતો. જોકે, આ દરમિયાન, પોલીસે સુરક્ષિત બચેલા લોકોને બીજી બસ દ્વારા દિલ્હી મોકલ્યા હતા. આ સિવાય રીક્ષામાં સવાર એક યુવતી અને એક યુવકનો પણ આબાદ બચાવ થયો છે.
બસમાં વારાણસી અને પ્રયાગરાજના કુલ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ મેરઠની હોવાનું કહેવાય છે. ઘાયલોની સારવાર માટે ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. એસપી બ્રિજેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, પ્રથમ નજરે બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. તેમાં મુસાફરી કરી રહેલા ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર છે. આ બસ મેરઠની છે. જોકે, અકસ્માત વિશે વધુ તુપાસ હાથ ધરી છે.