Get The App

'બોગસ વોટિંગ થાય છે, હવેથી અમે નહીં લડીએ પેટાચૂંટણી...' કદાવર નેતા માયાવતીની મોટી જાહેરાત

Updated: Nov 24th, 2024


Google News
Google News
'બોગસ વોટિંગ થાય છે, હવેથી અમે નહીં લડીએ પેટાચૂંટણી...' કદાવર નેતા માયાવતીની મોટી જાહેરાત 1 - image


UP Election: ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે. વળી, શનિવારે પેટાચૂંટણીના પરિણામ પણ સામે આવી ગયાં છે. પેટાચૂંટણી 6 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે. આ સિવાય બે બેઠકો પર સપા અને એક બેઠક પર રાલોદે ચૂંટણી જીતી છે. વળી, પેટાચૂંટણીમાં એકપણ બેઠક ન જીત્યા બાદ બસપા પ્રમુખે રવિવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ ચૂંટણીમાં ફેક વોટ પડ્યા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, જ્યાં સુધી દેશમાં ફેક વોટ પડવાના બંધ નહીં થાય, દેશના ચૂંટણી પંચ દ્વારા કોઈ યોગ્ય પગલું ભરવામાં નહીં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં કોઈપણ પેટાચૂંટણી નહીં લડે. 

આ પણ વાંચોઃ દિગ્ગજ પૂર્વ મુખ્યમંત્રીનું દર્દ છલકાયું, કહ્યું - કોંગ્રેસનું આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન

ચૂંટણીમાં પડ્યા ફેક વોટ

બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું, 'ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભાની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં આ વખતે જે મતદાન થયું છે અને ત્યારબાદ કાલે જે પરિણામ આવ્યા છે, તેને લઈને લોકોમાં સામાન્ય ચર્ચા છે કે, પહેલાં દેશમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરૂપયોગ કરવા ફેક વોટ નાંખવામાં આવતા અને હવે તો EVM દ્વારા પણ આ કામ કરવામાં આવી રહ્યું છે, જે લોકતંત્ર માટે ખૂબ જ ચિંતાની વાત છે. દેશમાં લોકસભા અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ખાસ કરીને પેટાચૂંટણીમાં તો હવે આ કામ ખુલીને કરવામાં આવી રહ્યું છે. આ બધું હાલમાં જ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં જોવા મળ્યું છે. 

આ પણ વાંચોઃ 'પબ્લિસિટીના ભૂખ્યાં છે...', પ.બંગાળના રાજ્યપાલે પોતાની પ્રતિમાનું અનાવરણ કરતાં TMC ભડકી

કોઈ પણ પેટાચૂંટણી નહીં લડે બસપા

માયાવતીએ વધુમાં જણાવ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાજ્યમાં વિધાનસભામાં થયેલાં સામાન્ય ચૂંટણીમાં પણ તેને લઈને ઘણાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ અમારા દેશ અને લોકતંત્ર માટે જોખમની ઘંટડી પણ છે. આવી સ્થિતિમાં હવે અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી ફેક વોટ બંધ કરાવવા માટે દેશ અને ચૂંટણી પંચ દ્વારા કોઈ કડક પગલાં નહીં લેવામાં આવે, ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં હવે કોઈપણ પેટાચૂંટણી નહીં લડે. અમારી પાર્ટી દેશમાં લોકસભા તેમજ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી તથા સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી પૂરી તૈયાર અને દમદારી સાથે લડશે.'     

Tags :
Uttar-PradeshMayavatiUP-ElectionUP-Politics

Google News
Google News