Get The App

VIDEO: Reel બનાવવાના ચક્કરમાં ધડથી માથું જ અલગ થઇ ગયું, દર્દનાક મોત કેમેરામાં કેદ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
VIDEO: Reel બનાવવાના ચક્કરમાં ધડથી માથું જ અલગ થઇ ગયું, દર્દનાક મોત કેમેરામાં કેદ 1 - image


UP Boy Dead While Making Reel: ઉત્તર પ્રદેશના આગ્રામાં રીલ બનાવી રહેલાં યુકવનું માથું ધડથી અલગ થઈ ગયું. રીલ બનાવતા સમયે યુવક સ્લો મોશનમાં એક ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ગેલરીમાં લોખંડની જાળીને ઉપર ઉઠાવી અને અચાનક તેનું સંતુલન બગડી ગયું.

સંતુલન ગુમાવવાના કારણે યુવક નીચે પડી ગયો અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું. ગરદન કપાતા યુવકની ઘટનાસ્થળે જ દર્દનાક મોત થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો 35 સેકન્ડો છે, જેમાં 5 યુવકને જોઈ શકાય છે. બે યુવક જમીન પર બેઠેલા જોવા મળી રહ્યાં છે, એક યુવક દુકાનનું શટર ખોલવાની તૈયારી કરી રહ્યો છે તો વળી એક યુવક ત્યાં ઊભા રહીને ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

સંતુલન બગડ્યું અને...

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવક રીલ બનાવી રહ્યો છે. આ દરમિયાન તે ડાન્સ કરતો સ્લો મોશનમાં આવે છે. ત્યારબાદ યુવક નીચે પડેલી લોખંડની જાળી ઉપાડે છે અને તેનું બેલેન્સ બગડી જાય છે અને તે અચાનક નીચે પડી જાય છે. ત્યાં હાજર તમામ યુવક તેને બચાવવા માટે દોડે છે. ત્યાં સુધી યુવક જાળીમાં ફસાઈને ધડથી અલગ થઈ જાય છે. યુવકનો મૃતદેવ ત્રીજા માળ પર અલગ-અલગ થઈને પડે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘટના બાદ નીચેના માળમાં જાણે લોહીની નદી વહેવા લાગી હતી. 



આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, બસે ટેમ્પોને ફંગોળી નાખ્યું, 8 બાળકો સહિત 11નાં દર્દનાક મોત

સોનીની દુકાને કરતો હતો કામ

મળતી માહિતી મુજબ, તમામ યુવક શનિવારે આશરે 10 વાગ્યે દુકાન ખોલવા માટે આવ્યા હતાં. મૃતક યુવકનું નામ આસિફ છે સલીમ છે. 20 વર્ષનો આ યુવક આબાદનગર પોલીસ સ્ટેશન તાજનગંજ વિસ્તારનો રહેવાસી હતો. આસિફ નમક મંડી સ્થિત સર્રાફા બજારમાં જ્વેલર્સની દુકાનમાં કામ કરતો હતો.

ચોથા માળથી લપસીને નીચે પડ્યો

કોતવાલી પોલીસ સ્ટેશનના એસીપી આનંદ કુમાર પાંડેના જણાવ્યા મુજબ, કોતવાલી પોલીસ સ્ટેશન પર સૂચના મળી હતી કે, આસિફ નામનો એક યુવક, જે જોહરી બજારમાં કામ કરતો હતો. તે સવારે 10 વાગ્યે ચોથા માળથી લપસીને નીચે ત્રીજા માળે પડ્યો હત. તેના માલિકે તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો. સૂચના મળતાં જ યુવકના પરિવારજનો આવ્યા અને તેના મૃતદેહને લઈ ગયાં. 


Google NewsGoogle News