Get The App

યુપીના ગાઝિયાબાદમાં ભાજપ યુવા મોરચાના મંડળ અધ્યક્ષ ગેંગસ્ટર એક્ટમાં ધરપકડથી હોબાળો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
યુપીના ગાઝિયાબાદમાં ભાજપ યુવા મોરચાના મંડળ અધ્યક્ષ ગેંગસ્ટર એક્ટમાં ધરપકડથી હોબાળો 1 - image


UP BJYM President Arrested Under Gangster Act: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે ભાજપ યુવા મોરચાના એખ પદાધિકારીની ગેંસ્ટર એક્ટ હેઠળ ધરપકડ કરી છે. આ ધરપકડથી નારાજ યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે કાર્યકર્તાઓની પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, તેમના નેતાને ખોટી રીતે નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. 

શું હતી સમગ્ર ઘટના? 

ગાઝિયાબાદની ખોડા પોલીસે ભાજપ યુવા મોરચાના મંડળ અધ્યક્ષ અનુજ કસાનાની ગેંગસ્ટર એક્ટ હેઠળ ધરપકડ કરી છે. બુધવારે મોડી સાંજે થયેલી ધરપકડ બાદ યુવા મોરચાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતું. ગુરૂવારે (2 જાન્યુઆરી) મોટી સંખ્યામાં કાર્યકર્તા ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ રેલવે ટ્રેક પર બેસી પબજી રમતાં 3 મિત્રો ટ્રેન નીચે કપાયા, બિહારના બેતિયા ગામમાં સન્નાટો

પોલીસ સ્ટેશનની બહાર કર્યો વિરોધ

પાંચ કલાકથી વધુ સમય સુધી વિરોધ પ્રદર્શન કરી રહેલાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ સ્થાનિક તંત્ર અને પોલીસ સામે નારા લગાવ્યા હતાં. આ સાથે આરોપ લગાવ્યો કે, અમારા નેતાને ખોટી રીતે નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ખોડા મંડળ અધ્યક્ષ અનુજ કસાનાની ધરપકડ રાજકારણથી પ્રેરિત છે.  આ મુદ્દે ભાજપ યુવા મોરચાના એક પ્રમુખ પદાધિકારી સચિન ડેઢાએ દાવો કર્યો કે, કસાનાને નિયમિત રીતે તપાસના બહાને ઇન્દિરાપુરમ પોલીલ સ્ટેશન બોલાવવામાં આવતો હતો. જોકે, બાદમાં તેની કોઈપણ પૂર્વ સૂચના અથવા સ્પષ્ટીકરણ આપ્યા વિના ગેંગસ્ટર એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

એસપીએ આપી માહિતી

આ મામલે એસપી ઇન્દિરાપુરમ સ્વતંત્ર સિંહે કહ્યું કે, પોલીસની કાર્યવાહી કાયદા મુજબ જ હતી. અનુજ કસાનાની ધરપકડ ખોડા પોલીસ સ્ટેશનમાં તેના અને તેના ભાઈઇ અમિત કસાના સામે નોંધવામાં આવેલાં છેલ્લાં બે ગુનાહિત કેસને લઈને કરવામાં આવી છે. જેમાં ગોળીબાર, જબરદસ્તી વસૂલીના આરોપનો સમાવેશ થાય છે. આ મુદ્દે પોલીસ વિધિવત કાર્યવાહી કરી રહી છે. 

આ પણ વાંચોઃ 40 વર્ષ બાદ ભોપાલ ગેસ ત્રાસદીનો ઝેરી કચરો ઉપાડાયો, ટ્રકો ભરીને ડિસ્પોઝ કરવા રવાના કરાયો

ધારાસભ્યે મામલો થાળે પાડ્યો

નોંધનીય છે કે, ગુરૂવારે સવારે 11 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનની બહાર હોબાળો કરતા પ્રદર્શન કર્યા હતાં. ચાર વાગ્યે જ્યારે સ્થાનિક ભાજપ ધારાસભ્યએ પોલીસ ઓફિસર સાથે વાતચીત કરી ત્યારે જતા મામલો શાંત થયો. ધારાસભ્યએ પ્રદર્શનકારીઓને કહ્યું કે, આ મામલે નિષ્પક્ષ તપાસ થશે. ધારાસભ્યના આશ્વાસન મળ્યા બાદ પ્રદર્સનકારીઓ પોલીસ સ્ટેશનથી જતા રહ્યાં.


Google NewsGoogle News