ઉત્તર પ્રદેશમાં વરુ બાદ અને હવે વાઘનો આતંક, 85 ગામોના લોકો ભયભીત, આદમખોર સામે પાંજરા-ડ્રોન બધુ જ ફેલ
Wolves and Tiger Terror Attack in UP : ઉત્તર પ્રદેશના બે જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘ અને વરુનો આતંક ચરમસીમાએ છે. બંને વિસ્તારોમાં માનવભક્ષી વરુ અને વાઘે લોકોના જીવ લીધા છે. હાલમાં ત્યાંના સ્થાનિક લોકો એટલા ડરી ગયા છે, કે રાત પડતાં પહેલા જ તેઓ પોતાના ઘરમાં કેદ થઈ જાય છે. ખાસ કરીને તેઓ તેમના નાના બાળકો અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે મજબૂર થઈ ગયા છે. કારણ કે બહરાઈચમાં વરુ અને લખીમપુર ખેરીમાં વાઘ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આવો આજે યુપીના આ બે જિલ્લાની ભયાનક સ્ટોરી વિશે જાણીએ.
આ પણ વાંચો : કર્ણાટકમાં ડેન્ગ્યુ મહામારી જાહેર; હોમ ગાર્ડન અને કૂલરમાં મચ્છરોથી બચવા આટલું કરો
લખીમપુરનો વાઘ
લખીમપુરમાં વાઘ ક્યારેક તે રાતના અંધકારમાં જોવા મળે છે, તો ક્યારેક ઘોળા દિવસે પણ જોવા મળે છે. તો કેટલીકવાર દિવસે તેના પગના નિશાન પણ ડરાવે છે. જો આ ટાઈગર કોઈ અભયારણ્ય કે અથવા તેનો કોઈ ભાગ હોત તો કદાચ લોકો તેને જોઈને રોમાંચિત થતાં હોત, પરંતુ તે ગામડામાં માનવ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી અને માણસોને શિકાર કરતો હોવાથી લોકોમાં ખૂબ ડર પેસી ગયો છે.
કેમેરામાં કેદ થયેલી આ વાઘની તસવીરોથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ વાત છે, ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના ઈમાલિયા ગામની કે આ વાઘ હાલમાં તેની આસપાસના શેરડીના ખેતરોમાં સંતાયેલો છે અને એક પછી એક ગામલોકોને નિશાન બનાવી રહ્યો છે. માત્ર એક મહિનામાં જ આ વાઘે ચાર લોકોના જીવ લીધા છે.
બહરાઇચના વરુઓ
હવે લખીમપુરથી 130 કિલોમીટર દૂર યુપીના બીજા જિલ્લા બહરાઈચની વાત કરીએ. જ્યાં જંગલમાંથી નીકળેલું મોત સતત અલગ-અલગ ઘરોની ખુશીઓને ઉજાડી રહ્યું છે. લખીમપુરમાં વાઘ માનવીઓ માટે ખતરો બની ગયા છે, જ્યારે બહરાઈચમાં વરુ પરિવારોને તબાહ કરી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનામાં આ જિલ્લાના 35 ગામોમાં વરુના હુમલાને કારણે નવ બાળકો સહિત દસ લોકોના મોત થઈ ચુક્યા છે. આ ઘટનાઓ સતત બની રહી છે અને હવે ક્યાં સુધી ચાલુ રહેશે તે કોઈ જાણતું નથી. તેથી આ 35 ગામના લોકો ખૂબ જ ડરી ગયા છે. વરુઓનું ટોળું ચુપચાપ ગામડાઓમાં ઘૂસી આવે છે અને ઘરમાં સૂતેલા નાના બાળકોને તેના જડબામાં દબાવીને ભાગી જાય છે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં નવ નક્સલીઓ ઠાર, દંતેવાડા-બીજાપુર સરહદ પર પોલીસ સાથે અથડામણ
લોકોએ બિછાવેલી જાળમાં વાઘ ન ફસાયો
વન વિભાગ દ્વારા પણ આવુ થયુ હતું. વાઘ આ વિસ્તારમાં આવ્યો ખરો પરંતુ તે પાંજરા પાસેથી પસાર થઈને નીકળી ગયો હતો. માનવીનું લોહી ચાખી લીધા પછી માણસોએ બિછાવેલી આ જાળમાં વાઘ ન ફસાયો. તેની તસવીરો અલગ-અલગ કેમેરામાં કેદ થઈ છે. વાઘ છેલ્લે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 4.30 વાગ્યાની આસપાસ બંજરીયા ગામ પાસે સરાઈ નદીના કિનારે મુકવામાં આવેલા એક પાંજરા પરના કેમેરામાં કેદ થયો હતો. તેમજ વન વિભાગ દ્વારા સતત નિરક્ષણ માટે ડ્રોન પણ ગોઠવવામાં આવ્યા હતા. પરંતુ તે પણ નિષ્ફળ નીવડ્યા હતા.
50 ગામોમાં વાઘનો આતંક
લખીમપુર જિલ્લાના 50 ગામોમાં હાલમાં વાઘનો આતંક છે, જ્યારે બહરાઈચ જિલ્લાના 35 ગામો વરુના આતંકથી પરેશાન છે. લખીમપુર જિલ્લાના ગામોની વાત કરીએ તો ત્યાં શેરડીના ખેતરમાં વાઘ છુપાઈ જાય છે. જ્યારે વરુ છેલ્લા દોઢ મહિનાથી ગામના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. કોઈને પણ ખ્યાલ નથી કે વરુ ક્યારે આવી ચડશે તેની કોઈને ખબર નથી. બહરાઈચના લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે. આખી રાત લોકોને જાગવુ પડે છે અને દરેક લોકોને સાથે લાકડી રાખવાની ફરજ પડી છે. મોટાભાગે આ વરુ નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.