Get The App

યુપીમાં બે-બે ટ્રેનો ઉથલાવવાના પ્રયાસથી હડકંપ, ટ્રેક પર મૂક્યાં મોટા મોટા પથ્થર-અગ્નિશામક યંત્ર

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
યુપીમાં બે-બે ટ્રેનો ઉથલાવવાના પ્રયાસથી હડકંપ, ટ્રેક પર મૂક્યાં મોટા મોટા પથ્થર-અગ્નિશામક યંત્ર 1 - image


Uttarpradesh attempt to Derail Train |  છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાંથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસોને લગતા અહેવાલો વારંવાર આવી રહ્યા છે. હાલમાં જ રેલવેના પાટા પર ગેસ સિલિન્ડર, લોખંડનો સળીયો, વૃક્ષની ડાળીઓ વગેરે મૂકીને ટ્રેનની પાટા પરથી ઉતારવાના પ્રયાસો થયા ત્યાં હવે યુપીમાં એકસાથે બે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસના અહેવાલ સામે આવ્યા છે. 

એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસ 

માહિતી અનુસાર બકુલહા-માંઝી સ્ટેશન નજીક એક રેલવે ટ્રેક પરથી પથ્થરના મોટા મોટા ટુકડા મળી આવ્યા હતા. જેની મદદથી લખનઉ-છપરા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસો થયા હતા. આ ટ્રેનના એન્જિનની પથ્થરો સાથે જોરદાર ટક્કર થઇ હતી.જોકે સદભાગ્યે કોઈ મોટી હોનારત થઇ નહોતી. 

બીજી ઘટના ક્યાં બની? 

જ્યારે બીજી ઘટના મિરઝાપુરમાં જિવનાથપુર રેલવે સ્ટેશન નજીક આવેલી ડાઉન લાઈનના ટ્રેક પર બની હતી. જ્યાં રેલવે ટ્રેક પરથી અગ્નિશામક યંત્ર મળી આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ત્યાંથી માલગાડી પસાર થઇ રહી હતી. બંને ઘટનામાં લોકો પાઈલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી ગઇ હતી. 

યુપીમાં બે-બે ટ્રેનો ઉથલાવવાના પ્રયાસથી હડકંપ, ટ્રેક પર મૂક્યાં મોટા મોટા પથ્થર-અગ્નિશામક યંત્ર 2 - image


Google NewsGoogle News