ATSએ વિદેશ મંત્રાલયના એક કર્મચારીની ધરપકડ કરી, ISI માટે કામ કરવાનો આરોપ
વિદેશ મંત્રાલયમાં તહેનાત સત્યેન્દ્ર સિવાલની ધરપકડ કરવામાં આવી
ATS Arrested Foreing Ministry Staff: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ વિદેશ મંત્રાલયમાં કામ કરતા સત્યેન્દ્ર સિવાલની ધરપકડ કરી છે. તેના પર ISI માટે કામ કરવાનો આરોપ છે. સત્યેન્દ્ર મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં તહેનાત હતો અને તે મૂળ હાપુરનો છે. તે વર્ષ 2021થી ભારત શ્રેષ્ઠ સુરક્ષા સહાયક IBSAની પોસ્ટ પર હતો.
અહેવાલ અનુસાર, સત્યેન્દ્ર સિવાલની મેરઠથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર ભારતીય દૂતાવાસ, સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય સૈન્ય સંસ્થાનની મહત્ત્વપૂર્ણ ગુપ્ત માહિતી મોકલવાનો આરોપ છે. એટીએસ મેરઠ યુનિટ દ્વારા પૂછપરછ દરમિયાન સત્યેન્દ્રએ જાસૂસીની કબૂલાત કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તર પ્રદેશ એટીએસને માહિતી મળી રહી હતી કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના હેન્ડલર્સ વિદેશ મંત્રાલયમાં તહેનાત કેટલાક કર્મચારીઓને ફસાવીને પૈસાની લાલચ આપી રહ્યા છે. ભારતીય સેના સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવી રહ્યા છે. ત્યાર બાદ એટીએસની ટીમ સક્રિય થઈ અને સત્યેન્દ્ર સિવાલ પર નજર રાખવાનું શરૂ કર્યું. જ્યારે તેની જાસૂસી અંગે નક્કર પુરાવા મળ્યા ત્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.