Get The App

યુપીમાં મોટો રાજકીય ખેલ થવાની તૈયારીમાં, બળવાખોરોના કારણે 10 નહીં 17 બેઠકો પર થઈ શકે છે ચૂંટણી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Adityanath Yogi and Akhilesh Yadav



UP Assembly Sub Elections : લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં ભાજપ, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટીના 10 ધારાસભ્યો ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા, ત્યાર બાદ આ બેઠકો વિધાનસભા તરફથી ખાલી જાહેર કરવામાં આવી છે અને ભારતીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખોનું એલાન પણ કરી શકે છે. આ વચ્ચે સપાના સાત બળવાખોર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યોએ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયની મુલાકાત લેતા ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે અને અન્ય સાત બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે.

શું છે સમગ્ર ઘટના?

હકિકતમાં, ફેબ્રુઆરી, 2024માં યુપીમાં 10 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ભાજપે આઠ અને સપાએ ત્રણ ઉમેદવાર ઉતાર્યા હતા, ત્યારે સપાના સાત ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને વોટ આપ્યો હતો. હવે આ જ સાતમાંથી બે ધારાસભ્યો દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી હતી. આ ઘટના બાદ અટકળો ચાલી રહી છે કે આ તમામ સાત ધારાસભ્યો સપામાંથી રાજીનામું આપી શકે છે, જે પછી યુપીમાં 10 નહીં પરંતુ 17 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ શકે છે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

આ સમગ્ર ઘટનાક્રમ બાદ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, આ ધારાસભ્યો હાલ રાજીનામું આપે તેવી શક્યતા દેખાઇ રહી નથી, કારણ કે ભાજપ અત્યારે એ સ્થિતિમાં નથી કે તે સપાના બળવાખોર ધારાસભ્યોને કંઇ આપી શકે. આ ઉપરાંત આગામી સમયમાં વિધાન પરિષદની કેટલીક બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિધાન પરિષદમાં લાભ મેળવવા માટે ભાજપ આ ધારાસભ્યોની મદદ લઇ શકે છે.


યુપીમાં મોટો રાજકીય ખેલ થવાની તૈયારીમાં, બળવાખોરોના કારણે 10 નહીં 17 બેઠકો પર થઈ શકે છે ચૂંટણી 2 - image


Google NewsGoogle News