અમેઠી કાંડના આરોપીએ પોલીસની પિસ્તોલ છીનવી નાસવાનો કર્યો પ્રયાસ, એન્કાઉન્ટરમાં ઘાયલ
UP Encounter: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં શિક્ષક, તેની પત્ની અને બે સગીર બાળકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી ચંદન વર્મા એનકાઉન્ટરમાં ઘાયલ થઈ ગયો છે. આરોપી પોલીસકર્મીની પિસ્તોલ લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ એનકાઉન્ટર કરવામાં આવ્યું હતું જેમાં ચંદન વર્માના પગમાં ગોળી લાગી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂછપરછ દરમિયાન જપ્તી માટે લઈ જતી વખતે ચંદન વર્માએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેને પગમાં ગોળી મારી દીધી. નોંધનીય છે કે, યુપી એસટીએેફએ કાલે જ હત્યાના આરોપી ચંદન વર્માની નોઇડા ઝેવર ટોલ પ્લાઝાથી ધરપકડ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
અમેઠીના શિવરતનગંજ પોલીસ વિસ્તારના અહોરવા ભવાની ચાર રસ્તા પર ભાડાના મકાનમાં રહેતા શિક્ષક સુનીલ કુમાર, તેમની પત્ની પૂનમ અને 6 વર્ષની દીકરી દ્રષ્ટિ અને એક વર્ષની દીકરી સુનીની ગુરૂવારે સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આખા પરિવારની હત્યા કર્યા બાદ આરોપી ચંદને ખુદને પણ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ઘટનાના સમયે એટલો બધો ગુસ્સામાં હતો કે, સામે જે આવ્યું તેને ગોળી મારી દીધી.
પરિવારે નોંધાવી હતી ફરિયાદ
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક સરકારી સ્કૂલના શિક્ષક, તેની પત્ની અને બે દીકરીની ગુરૂવારે તેના ભાડાના ઘરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. પરિવારે એક મહિના પહેલાં એક વ્યક્તિની સામે એફઆઈઆર નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું કે, જો પોતાની સાથે કોઈપણ અનહોની ઘટના બની તો તેનું જવાબદાર આ વ્યક્તિ રહેશે.
આ પણ વાંચોઃ વિદેશમાં ભારતની આબરુના ધજાગરાં, 1.5 કરોડની ઉઘરાણી માટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ
પોલીસ અધિકારી અનૂપ કુમાર સિંહના જણાવ્યા મુજબ, મૃતક સુનિલ મૂળ રાયબરેલી જિલ્લાનો રહેવાસી હતો. તે અમેઠીના પન્હૌનામાં એક સરકારી શાળામાં હાજર હતાં. શરૂઆતની તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે, સુનિલની પત્ની પૂનમે 18 ઓગસ્ટે રાયબરેલીમાં ચંદન વર્માની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ, 1989 અને છેડતી હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો તેને અથવા તેના પરિવારને કંઈપણ થાય છે તો ચંદન વર્મા તેના માટે જવાબદાર માનવામાં આવે. જોકે, હજુ એ તપાસ કરવાની છે કે, હત્યા એ વાતને સંબંધિત છે કે નહીં. આ ઘટના બાદ પોલીસ અને શિક્ષા વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર થયા હતાં. સાથે જ લખનૌથી વરિષ્ઠ અધિકારીઓને પણ અમેઠી મોકલવામાં આવી રહ્યાં છે.
સ્ટેટસમાં લખી વાત
જણાવી દઈએ કે, ધરપકડ પહેલાં આરોપી ચંદન વર્માના વોટ્સએપ સ્ટેટસે સૌ કોઈને ચોંકાવી દીધા હતાં. હકીકતમાં, ચંદને સ્ટેટસમાં લખ્યું હતું કે, 'પાંચ લોકો મરવા જઈ રહ્યાં છે, હું જલ્દી તમને બતાવીશ.' મળતી જાણકારી મુજબ ગુનો કરતાં પહેલાં ચંદન વર્માને ખુદને પણ ગોળી મારવા ઈચ્છતો હતો. એટલા માટે જ તેણે આ વાત સ્ટેટસમાં મૂકી હોય તેવી સંભાવના છે. પોલીસ ચંદનની તપાસમાં દરોડા પાડી રહી છે. શુક્રવારે અમેઠીથી તેની ધરપકડ કરવામાં આવી છે.