UPમાં પાંચ વર્ષના બાળકના કારણે દારૂની દુકાન થઇ બંધ, જાણો શું છે સમગ્ર મામલો
Kanpur Liquor Shop : કાનપુરમાં પાંચ વર્ષના બાળકના કારણે દારૂની દુકાન બંધ થવા જઈ રહી છે. હકીકતમાં, કાનપુરમાં શાળાઓની બાજુમાં દારૂના ઠેકાણાઓના નવીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એલકેજી સ્કૂલના વિદ્યાર્થીએ આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
અલાહાબાદ હાઈકોર્ટે અરજી પર સુનાવણી કર્યા બાદ પોતાના આદેશમાં કહ્યું છે, કે જો શાળાની બાજુમાં પહેલાથી જ દારૂનું ઠેકાણું છે તો દર વર્ષે તેનું લાઇસન્સ લંબાવવું જરૂરી નથી.
કોર્ટે કાનપુરના આઝાદ નગરમાં શેઠ એમઆર જયપુરિયા સ્કૂલની બાજુમાં આવેલી દારૂની દુકાનના લાયસન્સને 25 માર્ચ પછી લંબાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
મુખ્ય ન્યાયાધીશ અરુણ ભણસાલી અને ન્યાયાધીશ વિકાસની ડિવિઝન બેન્ચે બુધવારે 5 વર્ષના વિદ્યાર્થી માસ્ટર અથર્વ દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. એલકેજીના વિદ્યાર્થીએ તેના પિતા મારફત પીઆઈએલ દાખલ કરીને શાળાથી 20 ફૂટ દૂર આવેલી દારૂની દુકાનને હટાવવાની માંગ કરી હતી.
નિયમ મુજબ શાળાને કોન્ટ્રાક્ટ લાયસન્સ મળતું નથી
મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુર શહેરના પ્રાણી સંગ્રહાલય પાસે સ્થિત આઝાદ નગર વિસ્તારનો છે. પાંચ વર્ષનો અથર્વ દીક્ષિત આઝાદ નગર વિસ્તારમાં આવેલી શેઠ એમઆર જયપુરિયા સ્કૂલમાં એલકેજીનો વિદ્યાર્થી છે. શાળાથી માત્ર 20 મીટરના અંતરે દારૂનું ઠેકાણું છે. નિયમ મુજબ શાળાની નજીક દારૂની દુકાનનું લાયસન્સ આપી શકાતું નથી. અરજદારનું કહેવું છે કે ઘણીવાર અહીં સવારે 6 થી 7 દરમિયાન દારૂડિયાઓનો જમાવડો હોય છે. દારૂના નશામાં લોકો અહીં હંગામો મચાવે છે. શાળાની નજીક એક રહેણાંક વિસ્તાર પણ છે, જ્યાં સેંકડો લોકો રહે છે.
અનેક પરિવારોએ ફરિયાદ પણ કરી
પરિવારના ઘણા સભ્યોએ કાનપુરના અધિકારીઓ અને સરકારને ઘણી વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કેસમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, આ સ્કૂલ 2019માં ખોલવામાં આવી હતી, જ્યારે દારૂનો કોન્ટ્રાક્ટ લગભગ 30 વર્ષ જૂનો છે. આના પર અથર્વના પરિવારના સભ્યોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં તેના નામે જનહિત અરજી દાખલ કરી હતી.