Get The App

બે બાળકોની હત્યા કરી ભાગી રહેલા આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, બદાયુંમાં માહોલ ગમગીન

મામલો જાહેરમાં આવતા લોકો ગુસ્સે થયાં અને દેખાવ કરી તોડફોડ કરવા લાગ્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
બે બાળકોની હત્યા કરી ભાગી રહેલા આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, બદાયુંમાં માહોલ ગમગીન 1 - image


Uttarpradesh budaun News | ઉત્તર પ્રદેશના બદાયુંમાં ગઈકાલે સાંજે બે નિર્દોષ બાળકોની હત્યા ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંડી ચોકીથી થોડે દૂર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેના પછી પોલીસે કાર્યવાહી કરતાં આ કેસમાં એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. બાળકોની હત્યાની ઘટના બાદ ઘટનાસ્થળે તંગદિલી ફેલાઈ ગઈ હતી અને ભીડે બદાયું શહેરમાં ભારે હોબાળો મચાવતા આગચંપી કરી હતી. 

ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા 

ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે જણાવ્યો મામલો... 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આવતી બાબા કોલોનીમાં ગઈકાલે મોડી સાંજે દુકાન ચલાવતા એક વ્યક્તિએ ઘરમાં ઘૂસી ત્રણ ભાઈઓ આયુષ, યુવરાજ અને આહાન ઉર્ફે હની પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં આયુષ (12) અને આહાન ઉર્ફે હનીનું મોત થયું હતું. જ્યારે યુવરાજને ગંભીર રીતે ઘાયલ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બરેલીના આઈજી ડો.રાકેશ સિંહે જણાવ્યું કે બાળકો તેમના ટેરેસ પર રમી રહ્યા હતા. આ દરમિયાન આરોપીએ આવીને બંને બાળકોની હત્યા કરી નાખી હતી. 

પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યું... 

આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.



Google NewsGoogle News