મંદિર બહાર માતા સાથે સૂતી ત્રણ વર્ષની માસૂમને હેવાને પીંખી નાંખી, વિપક્ષની કડક સજાની માંગ
Unknown Persons Abused Against Three Year Old Innocent Girl In Jodhpur: રાજસ્થાનના જોધપુરમાં 3 વર્ષની બાળકી સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. કચરો વીણવા જતા પિતાની દીકરીનું અજાણ્યા વ્યક્તિઓએ અપહરણ કરી નેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એક અજાણ્યા વ્યક્તિએ બાળકીને આરોપી ટોફી આપવાના બહાને ફસાવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર 'X ' પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'જોધપુરમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના ચોંકાવનારી છે. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓથી રાજસ્થાનના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. સરકાર અને પોલીસ પર વિશ્વાસના અભાવે ગુનેગારો નિર્ભય બની ગયા છે. જોધપુરમાં ફાયરિંગ, લૂંટ, હત્યા અને મહિલાઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની ઘટનાઓ વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મેં ઘણી વખત મુખ્યમંત્રી ભજનલાલ શર્માને વિનંતી કરી છે કે રાજ્યમાં ગુનાખોરી રોકવા માટે કોઈપણ વિલંબ કર્યા વિના તમારે જરૂરી પગલાં લેવા જોઈએ.'
આ ઘટનાને લઈને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, 'જોધપુરમાં એક માસૂમ બાળકી સાથે થયેલી ક્રૂરતા સમાજ અને સિસ્ટમ પર કલંક છે. અત્યાચાર ગુજારનારા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ. રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે, મહિલાઓની સુરક્ષાનો કોઈ પત્તો નથી. જોધપુર, બાડમેર, પાલી, નાગૌર, ઝુંઝુનુ અને અલવરમાં આ પ્રકારની ઘટનાઓએ સામાન્ય માણસને ચોંકાવી દીધા છે.'
બાળકી મંદિરની બહાર તેની માતા સાથે સૂતી હતી. ત્યારે જ આરોપીઓ માસૂમ બાળકીને ઉઠાવી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે ઘાંસ વેચતી મહિલા ત્યાં પહોંચી ત્યારે તેને આ બાબતની જાણ થઇ. પછી તેણે આ અંગે પરિવારને જાણ કરી હતી. બાળકી બેભાન અવસ્થામાં મળી હતી, તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેના હોઠ પર કંઈક કરડવાના નિશાન હતા. માહિતી મળતાં જ પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જયારે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આરોપી બાળકીને ખોળામાં લઈને જતો જોવા મળ્યો હતો. આ પછી પોલીસે આરોપીને શોધીને તેની ધરપકડ કરી હતી.