Get The App

VIDEO: હોસ્ટેલના રૂમમાં AC નહીં, લાયબ્રેરીમાં જ સૂઈ ગયા વિદ્યાર્થીઓ, IIMમાં અનોખું વિરોધ પ્રદર્શન

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
VIDEO: હોસ્ટેલના રૂમમાં AC નહીં, લાયબ્રેરીમાં જ સૂઈ ગયા વિદ્યાર્થીઓ, IIMમાં અનોખું વિરોધ પ્રદર્શન 1 - image


Image Source: Twitter

IIM Amritsar: પંજાબમાં હાલમાં પ્રચંડ ગરમી પડી રહી છે. લગભગ તમામ જિલ્લાનું તાપમાન 45 ડિગ્રીની પાર જઈ રહ્યું છે. આ આકરી ગરમીથી તમામ લોકો પરેશાન છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો IIM અમૃતસરનો છે. અહીં વિદ્યાર્થીઓ ગરમીથી બચવા માટે લાયબ્રેરીમાં સૂઈ ગયા. આ વીડિયોમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં ખુરશીઓ અને ટેબલ પર સૂતેલા નજર આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓ લાંબા સમયથી હોસ્ટેલમાં AC લગાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ગરમીની સિઝનમાં હોસ્ટેલના રૂમમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જ્યારે તેમની માગ પૂરી કરવામાં ન આવી તો તેઓ લાયબ્રેરીમાં જઈને સૂઈ ગયા. 

X પર શેર કર્યો વીડિયો

શુભ નામના એક યુઝરે પોતાના X એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું કે, IIM અમૃતસરના વિદ્યાર્થીઓએ પોતાની હોસ્ટેલમાં AC લગાવવાના મેનેજમેન્ટ સામે વિરોધ પ્રદર્શન કર્યું અને AC વાળી લાયબ્રેરીમાં જઈને સૂઈ ગયા. તેમાંથી એકે કહ્યું કે, આધુનિક સમસ્યા માટે આધુનિક સમાધાનની જરૂર છે.

IIMના પૂર્વ વિદ્યાર્થીએ પણ આપી પ્રતિક્રિયા

બીજી તરફ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા IIMના પૂર્વ વિદ્યાર્થીએ કહ્યું કે  IIM અમૃતસરમાંથી હમણાં જ પાસ આઉટ થયા બાદ હું કહી શકું છું કે અહીં ગરમી ક્યારેક અસહ્ય હોય છે. આ માગ ગત વર્ષે પણ કરવામાં આવી હતી પરંતુ કંઈ ખાસ પ્રાપ્ત થયું ન હતું. તાપમાન 45 ની આસપાસ છે, પરંતુ 50 જેવું લાગે છે. આ સાથે જ અસ્થાયી હોસ્ટેલમાંથી એક એવું છે કે, તમે બહાર સારુ અનુભવશો. અમિત અગ્રવાલ નામના એક યુઝરે આના પર લખ્યું કે, મને લાગે છે કે IIM અમૃતસર એક નવું કેમ્પસ બનાવી રહ્યું છે અને આ વર્ષે તે ખુલવાની પૂરી સંભાવના છે. એવું બની શકે કે મેનેજમેન્ટ જૂના કેમ્પસમાં નવી એર કન્ડીશનીંગ ન લગાવી રહ્યું હોય.


Google NewsGoogle News