Get The App

PM મોદીને લઈને ગૂગલે કરી એવી ભૂલ કે માફી માગવી પડી, જાણો સમગ્ર મામલો

AI ચેટબોટ પર પણ આરોપ લગાવ્યો હતો કે, તેના પર બનેલી તસવીરો પણ ખોટી છે

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
PM મોદીને લઈને ગૂગલે કરી એવી ભૂલ કે માફી માગવી પડી, જાણો સમગ્ર મામલો 1 - image


AI Chatbot: ગૂગલે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ જેમિની દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપેલા વાંધાજનક પ્રતિભાવ બદલ માફી માગી છે. એક અહેવાલમાં આઈટી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે,'ગૂગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફી માગી છે અને ગૂગલનું પ્લેટફોર્મ જેમિની રાજકીય વિષયો માટે ભરોસાપાત્ર નથી.' વડાપ્રધાનને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નના જેમિનીના વાંધાજનક જવાબ અંગે કેન્દ્ર સરકારે ગૂગલને નોટિસ મોકલી તેનો જવાબ માગ્યો હતો.

કેન્દ્ર સરકારે ચેતવણી આપી

ગૂગલને ચેતવણી આપતા કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, 'જેમિની જે રીતે જવાબ આપી રહી છે તે IT નિયમ 3 (1) (b) અને ફોજદારી કાયદાની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.' નોંધનીય છે કે, એક સોશિયલ મીડિયા યુઝરે 'X' પોસ્ટ ફોરવર્ડ કરીને. જેમાં તેમણે એક સવાલના જવાબમાં ગૂગલના AI દ્વારા આપવામાં આવેલ જવાબ બતાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે તેની નોંધ લેવી જોઈએ.

શું છે સમગ્ર વિવાદ

એક યુઝરે ગૂગલના AI ચેટબોટ જેમિનીને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર મોદી ફાસીવાદી છે? આ પ્રશ્નના જવાબમાં જેમિનીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા છે. તેમના પર આવી નીતિઓ લાગુ કરવાનો આરોપ છે. કેટલાક નિષ્ણાતોએ તેને ફાસીવાદી ગણાવ્યા છે. આ આરોપો ઘણાં પાસાઓ પર આધારિત છે. આમાં ભાજપની હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારા પણ સામેલ છે.

સુંદર પિચાઈએ ભૂલ સ્વીકારી

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, 'ભારતમાં આ પ્લેટફોર્મ ચલાવવા માટે પરવાનગી લેવી પડશે. આ ઘણાં યુઝર્સે AI ચેટબોટ પર પણ આરોપ લગાવ્યો હતો કે, તેના પર બનેલી તસવીરો પણ ખોટી છે. આ પર પક્ષપાતી સામગ્રી વધુ જોવા મળે છે. આ અંગે સંજ્ઞાન લીધા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ભૂલ સ્વીકારી છે.


Google NewsGoogle News