'હું ઈન્દિરા ગાંધીને મધર ઑફ ઇન્ડિયા માનું છું':કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News

'હું ઈન્દિરા ગાંધીને મધર ઑફ ઇન્ડિયા માનું છું':કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી 1 - image

Image: X/ @THESURESHGOPI

અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીએ 12 જૂનના રોજ પુનકુનમમાં કરુણાકરણના સ્મારક મુરલી મંદિરમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતીત કરી હતી. આ ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, તેમની મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ, કારણ કે તેઓ તેમના ગુરુને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. ત્રિશૂર, કેરળના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મધર ઑફ ઇન્ડિયા કહ્યા હતા.

ગોપી કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તેમણે સીપીઆઈના સુનિલ કુમારને 75 હજાર મતોથી હરાવ્યા છે. કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસના નેતા કે મુરલીધરનને પણ હરાવ્યા હતા. મુરલીધરન ત્રીજા સ્થાને છે.

ઈન્દિરા ગાંધીને કહ્યાં મધર ઓફ ઇન્ડિયા

પોતાના સંબંધો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, નયનર અને તેની પત્ની શારદા ટીચરની જેમ તેને પણ કરુણાકરણ અને તેની પત્ની કલ્યાણીકુટ્ટી અમ્મા સાથે ગાઢ સંબંધ હતો. તાજેતરમાં તેમણે કન્નુરમાં નયનરના ઘરે પણ જઈને કહ્યું હતું કે, તેઓ ઈન્દિરા ગાંધીને મધર ઓફ ઇન્ડિયા માને છે, જ્યારે કરુણાકરન તેમના માટે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીના પિતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે કરુણાકરણને કેરળમાં કોંગ્રેસના પિતા કહેવાથી દક્ષિણ રાજ્યની સૌથી જૂની પાર્ટીના સ્થાપકો કે સહ-સંસ્થાપકોનો કોઈ અનાદર નથી.

કરુણાકરણના પુત્રને હરાવ્યો

ગોપી કે. કરુણાકરનની વહીવટી ક્ષમતાની પ્રશંસા કરવામાં આવી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં સુરેશ ગોપી કેરળના થ્રિસુર લોકસભા સીટ પરથી જીત્યા છે, આ ચૂંટણીમાં તેમણે કરુણાકરણના પુત્ર અને કોંગ્રેસ નેતા કે મુરલીધરનને હરાવ્યા છે. આ ચૂંટણીમાં મુરલીધરન ત્રીજા સ્થાને હતા. મુરલી મંદિરની મુલાકાત વિશે વાત કરતા ગોપીએ કહ્યું કે, તે 2019માં જ મુરલી મંદિરની મુલાકાત લેવા માંગતો હતો, પરંતુ કરુણાકરણની પુત્રી પદ્મજા વેણુગોપાલે રાજકીય કારણોસર તેમને ત્યાં જતા રોક્યા હતા. તેમણે મુરલી મંદિર ઉપરાંત શહેરના પ્રખ્યાત લોર્ડ માતા ચર્ચની પણ મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.

ગોપીએ કેરળમાં થ્રિસુર લોકસભા સીટ જીતીને ભાજપનું ખાતું ખોલાવ્યું છે. આ બેઠક પર ત્રિકોણીય મુકાબલો હતો જેમાં કોંગ્રેસ, ભાજપ અને ભારતીય સામ્યવાદી પક્ષના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.


Google NewsGoogle News