Get The App

ટેકાના ભાવ, વીમા યોજના, રખડતા ઢોરનો મુદ્દો છેક દિલ્હી પહોંચ્યો, ખુદ કૃષિ મંત્રીએ ખેડૂતો સાથે કરી વાત

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Union Minister Shivraj Singh Chauhan Meets Farmers


Union Minister Shivraj Singh Chauhan Meets Farmers: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પત્રો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સહિત ઘણાં પડતર મુદ્દાઓ પર ખેડૂતો સાથે ફરી એકવાર વાતચીત શરૂ કરી છે. મંગળવારે (24મી સપ્ટેમ્બર) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અનેક ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ દરમિયાન કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ખેડૂતો સાથે વાતચીત કરીશું. આ તો માત્ર શરૂઆત છે. અમે તમામ મુદ્દાઓ પર બેસીને ચર્ચા કરીશું અને દરેક મુદ્દાનું સમાધાન શોધવાના પ્રયાસો કરવામાં આવશે.'

દર મંગળવારે ખેડૂતો સાથે બેઠક કરીશું: શિવરાજ સિંહ ચૌહાણ

ખેડૂતોને મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 'અમને એમએસપીને મજબૂત કરવાના સૂચનો મળ્યા છે. અમે તેમને ધ્યાનમાં લઈશું. અમે દર મંગળવારે ખેડૂતો સાથે બેઠક કરીશું અને દેશભરના ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવશે. આ વાતચીતનો પ્રથમ રાઉન્ડ હતો અને આ દરમિયાન ખેડૂતોએ વીમા યોજનાથી લઈને MSP સુધીના મુદ્દા ઉઠાવ્યા હતા. અમે તેમને વિચારણા કરવા કહ્યું છે અને આગળ ચર્ચા ચાલુ રાખવા સંમત થયા છીએ. લોકોની સેવા કરવી એ અમારા માટે ભગવાનની પૂજા કરવા બરાબર છે.'

આ મુદ્દાઓ પર ચર્ચા થઈ?

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,'આજે મેં વિવિધ ખેડૂત સંગઠનો સાથે વાત કરી, લગભગ 50 ખેડૂત નેતાઓને મળ્યા અને તેમની પાસેથી ઘણાં સૂચનો મેળવ્યા હતા. કેટલાક સૂચનો પાકના ભાવ અંગેના છે, કેટલાક પાક વીમા યોજના અંગેના છે, કેટલાક સૂચનો રખડતા પશુઓથી થતા નુકસાન અંગેના છે. ખેડૂતનો પાક આવે ત્યારે કેવા નિર્ણયો લેવા જોઈએ તે અંગે અનેક સૂચનો મળ્યા છે. હું અધિકારીઓની ટીમ સાથે બેઠો હતો. અમે તેમના પર કામ કરીશું અને કામ કર્યા પછી, અમે જે પણ શક્ય હશે તે કરવાનો પ્રયાસ કરીશું.'

શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થયા

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો સાથે એવા સમયે વાત કરી છે જ્યારે શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થયા છે. લગભગ 200 દિવસથી ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદ પર ઊભા છે અને દિલ્હી જવા દેવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારના વાટાઘાટોના પ્રયાસો તેમને શાંત કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે ખેડૂતો સાથે વાતચીત શરૂ કરી છે, જેથી કરીને રાજ્યમાં ભાજપ માટે વાતાવરણને અનુકૂળ બનાવી શકાય.

આ પણ વાંચો: "ભાજપે CM પદથી હટાવતાં દુ:ખી હતા ખટ્ટર, કર્યો હતો અમારો સંપર્ક: કોંગ્રેસના દાવાથી રાજકારણમાં ખળભળાટ"


અહેવાલો અનુસાર, હરિયાણામાં ખેડૂત વર્ગમાં ભાજપ વિરુદ્ધ નારાજગી છે. ખાસ કરીને પંજાબને અડીને આવેલા વિસ્તારોમાં આ જોવા મળી રહ્યું છે. આવા સંજોગોમાં સરકારનો વાટાઘાટોનો પ્રયાસ માત્ર ખેડૂતો સાથે જ નહીં પરંતુ ખેડૂતો સાથે ચૂંટણી જીતવાની વ્યૂહરચના હોય તેવું લાગી રહ્યું છે.

શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતો બેઠકમાં નહોતા

આ બેઠકમાં ભારતીય કિસાન યુનિયન અપોલિટિકલના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. આ અંગે ખેડૂત નેતાઓનું કહેવું છે કે અમે MSP, PM કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના જેવા મુદ્દા ઊઠાવ્યા છે. હાલમાં સરકાર તરફથી આ અંગે વિચારણા કરવાની ખાતરી મળી છે. જો કે, છેલ્લા 7 મહિનાથી શંભુ બોર્ડર પર બેઠેલા રહેલા ખેડૂત સંગઠનોના કોઈ પ્રતિનિધિને આ બેઠકમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.

ટેકાના ભાવ, વીમા યોજના, રખડતા ઢોરનો મુદ્દો છેક દિલ્હી પહોંચ્યો, ખુદ કૃષિ મંત્રીએ ખેડૂતો સાથે કરી વાત 2 - image



Google NewsGoogle News