Get The App

ભાજપના મંત્રી નાપાસ, સ્કૂલમાં ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ પણ લખી ના શક્યા, જુઓ શું લખ્યું

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Union Minister savitri thakur unable to write beti bachao beti padhao slogan


Beti Bachao Beti Padhao: કેન્દ્રની મોદી સરકારના રાજ્યકક્ષાના મંત્રીની ફજેથી થઈ છે. મધ્યપ્રદેશમાં મંગળવારે સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુરે પણ એક શાળામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ સરકારી શાળાના બોર્ડ પર ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ પણ સાચી રીતે લખી શકી ન હતી. અને જે લખ્યું તે બાદ ચર્ચા છંછેડાઈ ગઈ હતી. તેમજ કોંગ્રેસે સાંસદ પર નિશાન પણ સાધ્યું હતું. 

પ્રજાના પ્રતિનિધિઓ જ ભૂલ કરે તો સવાલો ઉભા થાય

મોટા હોદ્દા પર રહેલા અધિકારીઓ કે મંત્રીઓ જ્યારે નાની ભૂલો કરે છે ત્યારે સવાલો ઉભા થાય છે. અગાઉ પણ પ્રજાના પ્રતિનિધિએ અનેક ભૂલો કરી છે. ત્યારે હવે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરે ગંભીર ભૂલ કરી હતી. જેને લઈને રાજકારણ ગરમાયું છે. સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બ્રહ્મકુંડી સ્થિત સરકારી શાળામાં પહોંચ્યા હતા. જ્યાં શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેમણે 'સ્કૂલ ચલે હમ' અભિયાનની શાળાનો બેલ વગાડીને શરૂઆત કરી હતી. 

મંત્રીએ  ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ જ ખોટું લખ્યું

આ દરમિયાન તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો હતો. જો કે બાદમાં કેન્દ્રીય મંત્રીએ ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ સુત્ર બોર્ડ પર લખ્યું હતું, પરંતુ તેમણે સુત્ર સાચી રીતે લખ્યું ન હતું. અને તેના સ્થાને  'બેઢી પઢાવો બચાવ' લખી નાખ્યું હતું. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મંત્રી સાવિત્રી ઠાકુરને તેની ભૂલ સમજાઈ છે, અને સાથે કોઈ વ્યક્તિ તેને અટકાવે છે પણ ખરા પરંતુ તે વાક્યને સુધારી શક્યા ન હતા.

કોંગ્રેસે મંત્રી પર નિશાન સાધ્યું

મંત્રી સાવિત્રીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય મુકમ સિંહ અલાવાએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. મુકમ સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે 'ધાર-મહૂ લોકસભાના સાંસદ અને લોકસભાની ચૂંટણી જીતનાર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુરને 'બેટી બચાવો, બેટી પઢાવો'નું સૂત્ર લખવાનું હતું. પરંતુ, તેમને તે સૂત્ર પણ લખતા  આવડતું નથી, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.

સાવિત્રી ઠાકુર 12મું પાસ છે

ચૂંટણી એફિડેવિટ અનુસાર, ધાર સાંસદ અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુર 12મું પાસ છે. તે બીજી વખત ધાર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા છે. પરિવારનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. પતિ ખેડૂત છે અને પિતા સરકારી કર્મચારી છે. સાવિત્રી ઠાકુર સંઘ સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારમાં એક્ટિવ છે.


Google NewsGoogle News