Get The App

Watch: સિંધિયાએ કર્યું રેમ્પ વૉક, દિલ્હી ફેશન શૉમાં બે કેન્દ્રીય મંત્રી બન્યા મૉડલ, સ્ટાઇલિશ જેકેટ પહેરી

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
Watch: સિંધિયાએ કર્યું રેમ્પ વૉક, દિલ્હી ફેશન શૉમાં બે કેન્દ્રીય મંત્રી બન્યા મૉડલ, સ્ટાઇલિશ જેકેટ પહેરી 1 - image


Jyotiraditya Scindia Ramp Walk: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફેશન શોમાં રેમ્પ વૉક કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજમૂદાર પણ મંત્રી સિંધિયા સાથે રેમ્પ વૉક કરતા જોવા મળ્યા હતાં. રેમ્પ પર બંને નેતાઓ વચ્ચે અદ્ભૂત તાલમેલ જોવા મળ્યો. બંને નેતાઓએ પણ પોતાના પોશાકથી લોકોને પ્રભાવિત કર્યા હતા.

દિલ્હીના ભારત મંડપમ ખાતે ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન શનિવારે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શો દરમિયાન જ્યારે કેન્દ્રીય મંત્રી સિંધિયા રેમ્પ વૉક કરતા જોવા મળ્યા ત્યારે લોકો ચોંકી ગયા હતા. તેમની સાથે સુકાંત મજમૂદાર પણ જોવા મળ્યા હતા. રેમ્પ વૉક દરમિયાન, મંત્રી સિંધિયાએ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનું ચમકદાર એરી સિલ્ક જેકેટ પહેર્યું હતું, જેમાં મંત્રી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતાં. 

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં જ ભાજપ-આપ વચ્ચે 'પોસ્ટર વૉર', ભ્રષ્ટાચારના આરોપો પર 'પુષ્પા' સ્ટાઈલમાં જવાબ

રાજનીતિ સાથે ફેશન શોમાં જલવો

રાજકીય મંચ ઉપરાંત ફેશન શોમાં સિંધિયાની અલગ સ્ટાઈલ જોવા મળી હતી. પોતાની શાનદાર સ્માઇલ સાથે સિંધિયાએ રેમ્પ પર જલવો વિખેરી દીધો હતો. તેઓએ એકદમ પ્રોફેશનલ મોડલની જેમ જ રેમ્પ વૉક કર્યું હતું.

ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોને અષ્ટલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.

જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોને ઘણીવાર 'અષ્ટલક્ષ્મી' અથવા સમૃદ્ધિના આઠ સ્વરૂપ પણ કહેવામાં આવે છે. અષ્ટલક્ષ્મી મહોત્સવ એ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વાઇબ્રન્ટ ટેક્સટાઇલ ઉદ્યોગ, હસ્તકલા અને અનન્ય ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક અભૂતપૂર્વ પ્લેટફોર્મ છે. ઉત્સવમાં આ રાજ્યોના ભૌગોલિક સંકેત (GI) ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપ દ્વારા આરોપો લગાવાતા અમેરિકા ભડક્યું, કહ્યું - અમે મીડિયાની સ્વતંત્રતાના કટ્ટર સમર્થક

મહોત્સવમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

અષ્ટલક્ષ્મી મહોત્સવમાં વિશેષ રોકાણકારની ગોળમેજી પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વેપારી હસ્તીઓ અને રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇવેન્ટનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ ભારત માટે સંવાદને પ્રોત્સાહન આપવા, રોકાણની તકો શોધવા અને નવીન સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.

ગોળમેજી પરિષદમાં રાજ્યો તરફથી કરવામાં આવી પ્રસ્તુતિ

ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) એ ઉત્તર-પૂર્વ ભારતમાં કૃષિ, હસ્તકલા, હાથશાળ, પ્રવાસન અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણની તકોને પ્રોત્સાહન આપવા માટે એક ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું. રાજ્યો વતી રજૂઆતો આપવામાં આવી હતી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કુલ  2326 કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો સામે આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર, અષ્ટલક્ષ્મી મહોત્સવનો ઉદ્દેશ્ય વારસા અને નવીનતા વચ્ચે સમન્વય અને સંતુલન બનાવવાનો છે.


Google NewsGoogle News