PM મોદીના પ્રશંસક અને NDAના કદાવર નેતાએ ઓવરસ્પીડમાં દોડાવી કાર, પોલીસે મેમો ફટકાર્યો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
Chirag Paswan


Chirag Paswan Car Challan Issued: બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ગાડીની ઓવર સ્પીડીંગના કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની કારનું ચલણ જાહેર થતાં પરિવહન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આરટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો વાહનોના દસ્તાવેજોમાં કોઈ ખામી જણાશે કે ઓવત સ્પીડીંગના કિસ્સામાં આપોઆપ મેમો ફાટશે. 

ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ 

બિહારમાં પરિવહન વિભાગે ટ્રાફિક નિયમો અને દંડ લાગુ કરવા માટે 8 ઓગસ્ટથી ઓટોમેટિક ઈ-ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓનું ઓટોમેટિક ચલણ કાપવામાં આવશે. આ નવી સિસ્ટમમાં, બિહારના ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લેટેસ્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, આ કેમેરા દ્વારા ગાડીની નંબર પ્લેટની તસવીરો લે છે અને તેના પરથી ગાડીના ઇન્સ્યોરન્સ, પીયુસી, ઓવર સ્પીડીંગ કરી રહી હતી કે નહિ તેવી માહિતી આપતું ચલન વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવે છે. 

નિયમોના ઉલ્લંઘન પર ફાટશે મેમો 

જિલ્લા વાહનવ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું કે આ ઈ-ડિટેક્શન સિસ્ટમ છે. સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ સિસ્ટમને ટોલ પ્લાઝા પર લગાવવામાં આવે. જેથી જો વાહન બરાબર ચલાવવામાં ન આવે, કે વાહનના કાગળ વ્યવસ્થિત ન હોય, સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો વાહન માલિકના રજિસ્ટર્ડ નંબર પર ચલણ મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: 'ભાજપ પત્તું કાપશે તો કોંગ્રેસમાંથી લડીશ...' ચૂંટણી પહેલાં જ પૂર્વ દિગ્ગજ મંત્રીએ ટેન્શન વધાર્યું

ચિરાગ પાસવાનને પોલીસે મેમો ફટકાર્યો

બિહારમાં આ નવી વ્યવસ્થા શરૂ થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પણ હાજીપુરથી ચંપારણ જતી વખતે ફસાઈ ગયા હતા અને નેશનલ હાઈવે પર ઓવર સ્પીડીંગ કરતા પકડાઈ ગયા હતા અને ડિપાર્ટમેન્ટે ચિરાગ પાસવાનને તેના મોબાઈલ પર ઓવરસ્પીડનું ચલણ મોકલી આપ્યું હતું. જેથી તેમને બે હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

PM મોદીના પ્રશંસક અને NDAના કદાવર નેતાએ ઓવરસ્પીડમાં દોડાવી કાર, પોલીસે મેમો ફટકાર્યો 2 - image



Google NewsGoogle News