'તેમણે સમજવું પડશે કે જનતાને મુશ્કેલીમાં ન મુકવી જોઈએ', ખેડૂત આંદોલન પર બોલ્યા કૃષિ મંત્રી
Farmers Protest : પડતર માંગોને લઈને પંજાબના હજારો ખેડૂતો આજે દિલ્હી પહોંચ્યા છે. મોડી રાત્રે કેન્દ્રીય મંત્રીની સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ નિવડી હતી. ત્યારબાદ દિલ્હી કૂચ માટે ટ્રેક્ટર ટ્રોલિયોમાં ટેન્ટ, રાશન અને અન્ય સામાન ભરીને પંજાબના અલગ અલગ વિસ્તારોથી ખેડૂતો રવાના થયા.
ખેડૂતોના માર્ચ પર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'વાતચીતની જરૂર રહેશે. તેના માટે આપણે રાજ્યો સાથે વાત કરવાની જરૂરિયાત છે. આપણે ચર્ચા માટે એક મંચ અને સમાધન શોધવાની જરૂર છે. ભારત સરકાર ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે બંધાયેલી છે. જનતાને મુશ્કેલીમાં ન મુકવી જોઈએ, ખેડૂત યૂનિયને આ સમજવું જોઈએ.'
ખેડૂતો અને મંત્રીઓ સાથેની બેઠક નિષ્ફળ
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ખાદ્ય અને ગ્રાહકોના મામલાના મંત્રી પીયૂષ ગોયલ સાથે સોમવારે ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરી. જોકે, ખેડૂતોની માંગોને લઈને થયેલી આ બેઠક નિષ્ફળ રહી.
ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર પર છોડાયા આંસૂ ગેસના ગોળા
MSPની ગેરેન્ટીને લઈને કાયદો બનાવવા સહિત અલગ અલગ માંગો માટે પંજાબ-હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે શંભૂ બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ તબક્કામાં ખેડૂત અને જવાન આમને-સામને છે. પોલીસ પર પથ્થરમારો કરાયો. જ્યારબાદ પોલીસે કેટલીક વખત આંસૂ ગેસના ગોળા છોડ્યા. આંસૂ ગેસના ગોળાના કારણે ખેડૂતો એક વખત પાછળ હટ્યા, પરંતુ ઘુમાડો ઓછો થતા જ ખેડૂતો તુરંત સામે આવી ગયા. ઘટના પર હાજર ખેડૂત ફતેહગઢ સાહિબથી પાંચ હજારથી વધુ ટ્રેક્ટર હજુ રસ્તામાં છે.
#WATCH | Police fire tear gas to disperse protesting farmers at Punjab-Haryana Shambhu border. pic.twitter.com/LNpKPqdTR4
— ANI (@ANI) February 13, 2024
ખેડૂતોની કુલ 10 માગણીઓ :
(૧) ન્યૂનતમ ટેકાના ભાવ માટે કાનુન રચવો.
(૨) સ્વામીનાથન આયોગની ભલામણો અમલી કરાય.
(૩) ખેડૂતોના દેવા માફ કરાય.
(૪) લખીમપુર ખીરીની હિંસાના પીડિતોને તુર્ત જ ન્યાય આપવામાં આવે.
(૫) ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી ખસી જવું જોઈએ અને મુક્ત વ્યાપાર સમજૂતી પર પ્રતિબંધ મુકવો જોઈએ.
(૬) કૃષિ ઉત્પાદનો, દૂધ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને માંસની આયાત-ડયુટી કમ કરવી હોય તો તે માટે ભથ્થું (ખેડૂતોને) વધારી આપવું પડે.
(૭) ૫૮ વર્ષથી વધુ વયના ખેત મજૂરો માટે પેન્શન યોજના લાગુ કરી દર મહિને ૧૦ હજાર રૂપિયાનું પેન્શન આપવું જોઈએ.
(૮) વડાપ્રધાન પાક-વિમા યોજનામાં સુધારો કરવા માટે સરકારે પોતે જ વીમા પ્રીમીયમ ભોગવવું જોઈએ. પાકમાં થયેલા નુકસાનનું આકલન કરતી વખતે એક એકરનું એકમ (યુનિટ) મૂળભૂત ગણવું પડે, એ તે ઉપરથી નુકસાનનું આકલન (ગણતરી) કરવી પડે.
(૯) ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, ૨૦૧૩ આ માગણીઓનો અમલ શરૂ થાય તે તારીખથી જ અમલી કરવો જોઈએ.
(૧૦) કીટનાશક, બીજ અને ઉર્વરક (ખાતર) અધિનિયમમાં સંશોધન કરી, કપાસ સહિત તમામ પાકના બીજની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે.