ED ટીમ પર હુમલા મામલે બંગાળ સરકારે શું કાર્યવાહી કરી? ગૃહમંત્રાલયે માગ્યો રિપોર્ટ

હુમલાના કારણોનો વિસ્તૃત રિપોર્ટ આપવા મમતા સરકારને ગૃહમંત્રાલયનો આદેશ

ઈડીની બે ટીમ પર પશ્ચિમ બંગાળમાં બે જુદા જુદા સ્થળોએ થયા હતા હુમલા

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
ED ટીમ પર હુમલા મામલે બંગાળ સરકારે શું કાર્યવાહી કરી? ગૃહમંત્રાલયે માગ્યો રિપોર્ટ 1 - image

Union Home Ministry Seeks Report From West Bengal Govt On Attacks On ED Team : કેન્દ્રીય ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલા મામલે મમતા બેનર્જી (Mamata Banerjee) સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ગૃહમંત્રાલયે ઈડી પર થયેલા હુમલાના કારણોનો વિસ્તૃત રિપોર્ટ આપવા મમતા સરકારને આદેશ આપ્યો છે. આ ઉપરાંત હુમલા બાદ કરાયેલી કાર્યવાહીનું વર્ણન પણ મોકલવા કહ્યું છે.

બંગાળમાં કૌભાંડની તપાસ કરવા ગયેલી ટીમ પર થયો હતો હુમલો

ઈડીની ટીમ રાશન કૌભાંડ મામલાની તપાસ કરવા 5 જાન્યુઆરીએ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ (Shahjahan Shaikh)ના નિવાસસ્થાન ઉત્તર 24 પરગણના જિલ્લાના સંદેશખલી ગઈ હતી. આ દરમિયાન ભીડે ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. તેમના મોબાઈલ, લેપટોપ અને પર્સ પણ લૂંટી લેવાયા હતા.

TMC નેતા પર દેશની બહાર નિકળવા પર પ્રતિબંધ

હુમલા બાદ ટીએમસી નેતા ફરાર છે અને ઈડીએ તેમના વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. શાહજહાં પર દેશની બહાર નિકળવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ઈડીએ જમીન, સરહદ, એરપોર્ટ, બંદરો સહિતની જગ્યાઓને એલર્ટ કરી દીધું છે.

એક જ દિવસમાં ઈડીની બે ટીમ પર હુમલો

પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં ઈડીની 2 ટીમ પર હુમલા થયા હતા. ઉત્તર 24 પરગણના જિલ્લાના બોનગાંવમાં ટીએમસી નેતા શંકર આધ્યા (Shankar Adhyay)ની ધરપકડ કરવા ગયેલી એજન્સીની અન્ય ટીમ પર પણ હુમલો થયો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ઈડીના કાર્યકારી નિર્દેશક રાહુલ નવીને હુમલા બાદ સ્થિતિની તપાસ કરવા મંગળવારે પશ્ચિમ બંગાળ ગયા હતા. તેમણે કોલકતા રાજભવનમાં રાજ્યપાલ સી.વી.આનંદ બોસ સાથે મુલાકાત કરી હતી.


Google NewsGoogle News