Get The App

કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી 1 - image


Arvind Kejriwal: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હી એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.

અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, મારી અને અન્યની સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણકે, ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહતી લીધી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માંગ કરી હતી. જેમાં લીકર કૌભાંડ મામલે કેજરીવાલ 'કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર' જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થતાં નવા મુખ્યમંત્રી માટે ગરમાયું રાજકારણ

લીકર કૌભાંડ પર CAG રિપોર્ટ મોકલવામાં મોડું કેમ?: HC

તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું કે, CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે. 

ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, લીકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે, દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે.

AAP સરકારને હાઈકોર્ટની ફટકાર

દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતા કહ્યું કે, રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી, 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા

શું છે દિલ્હીનો કથિત લીકર કૌભાંડ? 

17 નવેમ્બર, 2021ને દિલ્હીની કેજરીવાલ સરકારે એક્સાઇઝ પોલિસી 2021-22 ને લાગુ કરી. નવી પોલિસી હેઠળ, દારૂના વેપારથી સરકાર બહાર આવી ગઈ અને બધી દુકાન ખાનગી હાથમાં જતી રહી. દિલ્હી સરકારનો દાવો હતો કે, નવી લીકર નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારના મહેસૂલમાં વધારો થશે. જોકે, આ નીતિ શરૂથી વિવાદમાં રહી અને જ્યારે હોબાળો વધ્યો તો 28 જુલાઈ 2022ને સરકારે રદ્દ કરી દીધી. કથિત લીકર કૌભાંડનો ખુલાસો 8 જુલાઈ, 2022ને દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિન નરેશ કુમારના રિપોર્ટથી થયો હતો. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. ત્યારબાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ, 2022ના દિવસે ગુનો નોંધાયો. તેમાં પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો, તેથી મની લોન્ડ્રિંગની તપાસ માટે ઈડીએ પણ કેસ નોંધ્યો હતો.

મુખ્ય સચિવે પોતાના રિપોર્ટમાં મનીષ સિસોદિયા પર ખોટી રીતે લીકર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયા પાસે આબકારી વિભાગ હતો. આરોપ લગાવવામાં આવ્યો કે, આ નીતિ દ્વારા લાઇસન્સ ધારકો લીકર કારોબારીઓને અનુચિત લાભ પહોંચાડવામાં આવ્યો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કોવિડનું બહાનું બનાવીને મનમાની રીતે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી. એરપોર્ટ જોનના લાઇસન્સ ધારકોએ પણ 30 કરોડ પરત કરી દીધાં. જો કે, આ રકમ જપ્ત કરવાની હતી.


Google NewsGoogle News